Delhi : ગોકુલપુરીમાં ઝુંપડીઓમાં આગ લાગતાં 7 લોકોના મોત
ગોકુલપુરી વિસ્તારની ઝૂંપડીઓમાં ગઈ કાલે રાત્રે લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા. આગને કાબુમાં લાવવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
નવી દિલ્લીઃ ગોકુલપુરી વિસ્તારની ઝૂંપડીઓમાં ગઈ કાલે રાત્રે લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા. આગને કાબુમાં લાવવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, તેમ દિલ્હી ફાયર સર્વિસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
सुबह सुबह ये दुःखद समाचार सुनने को मिला। मैं स्वयं वहाँ जाकर पीड़ित लोगों से मिलूँगा। https://t.co/rcsN6yIse6
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 12, 2022
દિલ્લીમાં ગઈ કાલે રાતે ગોકુલપુરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જાણકારી પ્રમાણે, ફાયર વિભાગને અડધી રાતે કોલ મળ્યો હતો. જે પછી 13 ફાયર ફાયટર દોડી ગયા હતા તેમજ 7 ઝૂંપડીઓ ચપેટમાં આવ્યાની જાણકારી મળી હતી. અત્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગ ગોકલપુરી પિલર નંબર 12 આસપાસ થઈ હતી.
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમમે કહ્યું કે, તેઓ જાતે ઘટનાસ્થલે જઈને પીડિતોની મુલાકાત લેશે.
Seven people died in a fire that broke out in the shanties of Gokulpuri area last night. The fire was brought under control, seven bodies recovered by the Fire Department: Delhi Fire Service
— ANI (@ANI) March 12, 2022