શોધખોળ કરો
Advertisement
શૈલજા ધામી: ઈન્ડિયન એર ફોર્સના ફ્લાઇંગ યૂનિટની પ્રથમ મહિલા ફ્લાઈટ કમાન્ડેન્ટ
શૈલજાને ઉત્તર પ્રેદશના હિંડન એરબેઝ પર ચેતક હેલિકૉપ્ટર યૂનિટની ફ્લાઈટ કમાન્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા તે પ્રથમ મહિલા ફ્લાંઈગ ઇંસ્ટ્રક્ટર રહી ચુકી છે અને ફ્લાઇંગ બ્રાન્ચની પર્મનન્ટ કમિશન પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા પણ છે.
નવી દિલ્હી: વિંગ કમાન્ડર શૈલજા ધામી ભારતીય વાયુ સેનાના ફ્લાઈંગ યૂનિટની પ્રથમ મહિલા ફ્લાઈટ કમાન્ડર બની છે. પંજાબમાં વીર સ્વતંત્રતા સેનાની કરતાર સિંહ સરાભાના ગામમાં ઉછરેલી શૈલજાના મનમાં દેશ માટે કંઈક કરવાનો જુસ્સો પોતાના ગામની આબોહવામાંથી જ મળ્યો છે. આ ગામનું નામ દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શહીદ કરતાર સિંહ સરાભાના જ નામ પર રાખવામાં આવ્યું છે.
શૈલજાને ઉત્તર પ્રેદશના હિંડન એરબેઝ પર ચેતક હેલિકૉપ્ટર યૂનિટની ફ્લાઈટ કમાન્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા તે પ્રથમ મહિલા ફ્લાંઈગ ઇંસ્ટ્રક્ટર રહી ચુકી છે અને ફ્લાઇંગ બ્રાન્ચની પર્મનન્ટ કમિશન પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા પણ છે. યૂનિટના કમાનના ક્રમમાં જોઈએ તો ફ્લાઈટ લેફ્ટિનેન્ટ બીજા નંબરનું પદ છે.
શૈલજાના માતા પિતા સરકારી નોકરી કરતા હતા. લુધિયાણામાં જન્મેલી શૈલજાએ સરકાર સ્કૂલથી પ્રાથમિક શિક્ષણ બાદ ધુમરા મંડીના ખાલસા કૉલેજથી બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 12માના અભ્યાસ દરમિયાન એનસીસીના એરવિંગમાં જવું શૈલજાના જીવનનો નિર્ણયાક વળાંક સાબિત થયો હતો. બીએસસીના અભ્યાસ પૂરો થયા પહેલાજ શૈલજાની પસંદગી એરફોર્સમાં થઈ ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement