(Source: ECI/ABP News/ABP Majha)
Shinde: તો શિંદે કેમ્પના MLA 3 વર્ષ ચુપ કેમ રહ્યાં? : સુપ્રીમનો સણસણતો સવાલ
એકનાથ શિંદેએ ગયા વર્ષે જૂનમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.
Uddhav Thackeray Vs Eknath Shinde: મહારાષ્ટ્રના એકનાથ શિંદે અને ઉદ્ધવ વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં ચાલી રહેલી સુનાવણી આજે બુધવારે પણ પૂર્ણ થઈ શકી નથી. આવતીકાલે એટલે કે ગુરુવારે 9માં દિવસે સુનાવણી પૂર્ણ થશે. પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જુથ પર વેધક અને અણિયાળા સવાલ કર્યા છે.
સુનાવણીમાં કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, જો શિંદે કેમ્પના ધારાસભ્યોને કોંગ્રેસ-એનસીપી સાથે ઉદ્ધવના ગઠબંધન સામે વાંધો હતો તો તેઓ 3 વર્ષ સુધી સરકાર સાથે કેમ રહ્યા? મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, અચાનક જ 34 લોકો કહેવા લાગે છે કે આ યોગ્ય નથી.
તમે રાજ્યપાલ વિશે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ ખુબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે વિશ્વાસ મત બોલાવવાથી સરકારનું પતન થઈ શકે છે. આ સ્થિતિમાં કોઈપણ સત્તાનો ઉપયોગ કરતી વખતે રાજ્યપાલે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદેએ ગયા વર્ષે જૂનમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. જેના કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ભાંગી હતી. આ ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખતાવ્યો હતો.
હાલ સુપ્રીમ કોર્ટમાં તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીએ ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ કરાવવા અને ધારાસભ્યોને બરતરફીની નોટિસ જારી કરવા સહિત અન્ય મુદ્દાઓ અંગે સુનાવણી ચાલી રહી છે.
જ્યારે ચૂંટણી પંચે શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી એકનાથ શિંદેને 'તીર-ધનુષ' કે જે બાળા સાહેબ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી શિવસેનાનું નિશાન હતું અને ચૂંટણી પણ. જેને હવે ચૂંટણી પંચ દ્વારા એકનાથ શિંદેની શિવસેનાને સોંપી દેવામાં આવ્યું છે.
Saamana : તો શું મહારાષ્ટના CM એકનાથ શિંદે મેલીવિદ્યા કરે છે? સામનામાં 'પુરવા' સાથે દાવો
મહારાષ્ટ્રની રાજનીતિમાં વાર પલટવાર લગભગ રોજીંદી ઘટનાઓ બની ગઈ છે. ઉદ્ધવ જુથ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જુથ પર આકરા પ્રહારો કરવામાં આવે છે. પરંતુ શિવસેનાના મુખપત્ર સામનામાં તો મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કાળા જાદુ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જેને લઈને સૌકોઈને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખપત્ર 'સામના' એ સંપાદકીય દ્વારા શિંદે જૂથ પર મેલીવિદ્યાની મદદ લેવાનો આરોપ લગાવ્યો છે. સામનાના તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં એકનાથ શિંદે વતી પાડાનું બલિદાન આપવામાં આવ્યું હતું. તંત્રીલેખમાં આ બાબતને કાળા જાદુ સાથે જોડવામાં આવી છે.