શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપી રહી છે ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ?
સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાની સ્કોલરશિપ આપશે.
નવી દિલ્હીઃ દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર હવે ધીમે ધીમે સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય પણ શરૂ કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાની સ્કોલરશિપ આપશે. તેના માટે એક વેબસાઈટ પણ શેર કરવામાં આવી રહી છે. આવો જાણીએ આ વાયરસ મેસેજનું સત્ય શું છે.
સોશિયલ મીડિયા પર એક વેબસાઇટની ચર્ચા થઈ રહી છે. આ વેબસાઈટનો દાવો છે કે તે ભારત સરકારના કોર્પોરેટ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. વેબસાઈટએ પોતાનો CIN નંબર પણ આપ્યો છે. વેબસાઇટ અનુસાર સરકાર નેશનલ સ્કોલરશિપ એક્ઝામ કરાવી રહી છે, જે વિદ્યાર્થી તેમાં પાસ થશે તેને એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપની આટલી મોટી રકમ જોઈને લોકો સાઈટ પર પણ જઈ રહ્યા છે. સાથે જ આ મામલે મેસેજ પણ ફોરવર્ડ કરી રહ્યા છે.
ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ દાવાને ફેક ગણાવ્યો છે. તેમના તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, એસ વેબસાઈટનો દાવો છે કે કોર્પોરેટ મંત્રાલય એક લાખ સુધીની સ્કોલરશિપ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ દ્વારા આપી રહી છે, જે પૂરી રીતે નકલી છે. આ પ્રકારની કોઈ વેબસાઈટ મંત્રાલય અંતર્ગત કામ નથી કરી રહી અને ન તો બારત સરકાર આવી કોઈ પરીક્ષા યોજી રહી છે. એવામાં બધાને આવી ફેક વેબસાઇટથી સાવધાન રહેવું જોઈએ.
Corona Vaccine: રસી માટે મારી નાંખવામાં આવશે 5 લાખ શાર્ક ? વન્ય જીવ વિશેષજ્ઞોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion