Airbags Mandatory: 1 ઓક્ટોબર, 2023થી પેસેન્જર વાહનોમાં 6 એરબેગ ફરજિયાત, નીતિન ગડકરીએ કરી જાહેરાત
1 ઓક્ટોબર, 2023થી પેસેન્જર કારમાં 6 એરબેગ્સનો નિયમ લાગુ કરવામાં આવશે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી છે.
6 Airbags Mandatory: 1 ઓક્ટોબર, 2023થી પેસેન્જર કારમાં 6 એરબેગ્સનો નિયમ લાગુ કરવામાં આવશે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રી સપ્લાય ચેઈનની સમસ્યાનો સામનો કરી રહી છે. જેના કારણે પેસેન્જર વાહનોમાં 6 એરબેગ ફરજિયાત બનાવવાનો નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં માર્ગ પરિવહન મંત્રાલયે 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ટ્વીટ કરીને આ નિર્ણય વિશે માહિતી આપતાં નીતિન ગડકરીએ લખ્યું છે કે કોઈપણ મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે, કિંમત અને પ્રકારને ધ્યાનમાં લીધા વિના.
વાસ્તવમાં, ભારતના રસ્તાઓ પર દોડતા લાખો વાહનોમાંથી માત્ર અમુક પસંદગીની કારને જ 6 એરબેગની સુવિધા મળી રહી છે. દેશમાં 10 ટકાથી ઓછી કાર 6 એરબેગ ફીચર્સથી સજ્જ છે. કોઈપણ પેસેન્જર વાહનમાં એરબેગ્સને સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા ફીચર્સ તરીકે જોવામાં આવે છે. અને 6 એરબેગ્સની સુવિધા માત્ર મોંઘા વાહનોમાં જ ઉપલબ્ધ છે.
Safety of all passengers travelling in motor vehicles irrespective of their cost and variants is the foremost priority.
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022
Safety of all passengers travelling in motor vehicles irrespective of their cost and variants is the foremost priority.
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022