શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીરમાં અથડામણમાં સેનાએ 6 આતંકીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ
પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે અને એક સૈનિક તથા એક નાગરિકનું પણ મોત થયુ છે. વળી શોપિયા અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોની સાથે થયેલી અથડામણમાં છ આતંકીઓ ઠાર માર્યા ગયા છે. વળી સાથે એક જવાન શહીદ થયો છે અને એક નાગરિકનું પણ મોત થયું છે.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓ માર્યા ગયા છે અને એક સૈનિક તથા એક નાગરિકનું પણ મોત થયુ છે. વળી શોપિયા અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, પોલીસ અને સુરક્ષાદળોએ વિશ્વસનીય બાતમીના આધારે સવારે પુલવામા જિલ્લામાં ડેલીપુરા વિસ્તારની ઘેરાબંદી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.
જ્યારે સુરક્ષાદળો એક મકાનમાંથી સામાન્ય નાગરિકોને બહાર કાઢી રહ્યાં હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. તેમાં સેનાનો એક જવાન સંદિપ શહીદ થઇ ગયો અને નાગરિકનું મોત થયુ હતુ. જોકે, સેનાએ કાઉન્ટર એટેક કરતાં આતંકીઓને ઠાર માર્યા હતા.Haryana: Family of Army Jawan Sepoy Sandeep (pic 3) who lost his life in Pulwama encounter yesterday, mourns at their residence in Behlba village in Rohtak district. Three terrorists were neutralised in the encounter. (16.05.2019) pic.twitter.com/4fPNndwHcB
— ANI (@ANI) May 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion