શોધખોળ કરો
દીકરીને ન આવડ્યા આંકડા, પિતાએ મોંમાં ઠૂંસી દીધી ડુંગળી, થયું મોત

મુંબઈ: ઔરંગાબાદના બાલાપુર ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ એક સામાન્ય વાતને લઇને પોતાની છ વર્ષની દીકરી ભારતીની હત્યા કરી હતી. મળતી વિગતો અનુસાર, બાલાપુરમાં રહેતા સંજય કુતેએ પોતાની છ વર્ષની દીકરીને 1થી 15 સુધીના આંકડા ન આવડતા ગુસ્સે થઇ ગયો હતો. બાદમાં ગુસ્સામાં સંજયે દીકરીના મોંમાં ડુંગળી ખોંસી દેતા તેનો શ્વાસ રૂધાઇ જતાં મોતને ભેટી હતી. ભારતીએ 11 પછી 12 બોલવાને બદલે 13 બોલતા પિતા સંજયે થપ્પડ મારી દીધી હતી. પિતાના મારથી ડરી ગયેલી ભારતી રડવા લાગતા સંજયે ગુસ્સામાં તેના મોંમાં ડુગળી નાખી દીધી. જેથી ભારતીનો શ્વાસ રૂંઘાવા લાગ્યો હતો. જોકે બાદમાં આરોપી પિતા દીકરીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો પણ ત્યાં હાજર ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. નોંધનીય છે કે આ ઘટના 9 જૂલાઈનાં રોજ બની હતી. ભારતીની માતાએ પોલીસને આ ઘટનાની જાણ કરતા આરોપી સંજયની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ વાંચો





















