(Source: ECI/ABP News/ABP Majha)
Agnipath Scheme ને લઈ સોનિયા ગાંધીએ પ્રદર્શનકારીઓને શું કરી અપીલ, જાણો
અગ્નિપથ યોજના(Agnipath Scheme)ને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. એક તરફ જ્યાં વિરોધીઓ દેશના અલગ-અલગ ભાગોમાં પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
Agnipath Scheme Protest: અગ્નિપથ યોજના(Agnipath Scheme)ને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. એક તરફ જ્યાં વિરોધીઓ દેશના અલગ-અલગ ભાગોમાં પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે, વિપક્ષ પણ ભરતી પ્રક્રિયામાં ફેરફારને લઈને કેન્દ્ર પર જોરદાર નિશાન સાધી રહ્યું છે. આ ક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) એ હોસ્પિટલમાંથી દેશના યુવાનોના નામે એક પત્ર જારી કર્યો છે.
દેશના યુવાનોને સંબોધતા તેમણે કહ્યું, 'મને દુઃખ છે કે સરકારે તમારા અવાજની અવગણના કરી અને એક નવી યોજના જાહેર કરી જે સંપૂર્ણપણે દિશાવિહીન છે. હું તમને બધાને અપીલ કરું છું કે તમે વિરોધ કરો પણ અહિંસક અને શાંતિપૂર્ણ રીતે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે છે.
યુવાનો પ્રત્યે સહાનુભૂતિ
તેમણે એક પત્ર પણ શેર કર્યો જેમાં લખ્યું હતું કે, 'તમે ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા ઈચ્છો છો. સેનામાં લાખો પોસ્ટ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાની પીડા હું સમજી શકું છું. એરફોર્સમાં ભરતીની પરીક્ષા આપ્યા બાદ પરિણામ અને નિમણૂકની રાહ જોઈ રહેલા યુવાનો સાથે મને સંપૂર્ણ સહાનુભૂતિ છે.
મને દુઃખ છે કે સરકારે તમારા અવાજને અવગણીને નવી સૈન્ય ભરતી યોજનાની જાહેરાત કરી, જે સંપૂર્ણપણે દિશાહીન છે. તમારી સાથે, ઘણા ભૂતપૂર્વ સૈનિકો અને સંરક્ષણ નિષ્ણાતોએ પણ આના પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે મક્કમપણે ઉભી છે અને આ યોજના પરત લેવા માટે અને તમારા હિતોનું રક્ષણ કરવાનું વચન આપે છે. એક સાચા દેશભક્તની જેમ અહિંસા, સંયમ અને શાંતિના માર્ગે ચાલીને સરકાર સામે તમારો અવાજ ઉઠાવીશું. હું તમને શાંતિપૂર્ણ અને અહિંસક રીતે તમારી કાયદેસરની માંગણીઓ માટે આંદોલન કરવા વિનંતી કરું છું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તમારી સાથે છે.
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. બિહારના જહાનાબાદમાં ત્રીજા દિવસે હંગામો થયો હતો. ટોળાએ ટ્રકને આગ ચાંપી દીધી છે. તાજેતરની માહિતી અનુસાર, લોકોએ બસોને પણ સળગાવી દીધી છે. બિહારમાં આ યોજનાના વિરોધમાં આજે બંધની જાહેરાત કરવામાં આવી છે.