શોધખોળ કરો
Advertisement
CWC બેઠકમાં સોનિયા ગાંધીનો સરકાર પર પ્રહાર, ચીન સંકટ માટે કેન્દ્રની નીતિને ગણાવી જવાબદાર
સોનિયા ગાંધીએ કહ્યુ, ભારત ભયાનક આર્થિક સંકટથી ઘેરાયેલું છે, કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે અને હવે ચીન સાથે સરહદ પર સંકટ ઉભું થયું છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) બેઠક થઈ રહી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, આર્થિક સંકટ, કોરોના વાયરસ મહામારી અને ચીન સાથે સીમા પર તણાવનું મુખ્ય કારણ મોદી સરકારની નીતિઓ છે.
સોનિયા ગાંધીએ કહ્યુ, ભારત ભયાનક આર્થિક સંકટથી ઘેરાયેલું છે, કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે અને હવે ચીન સાથે સરહદ પર સંકટ ઉભું થયું છે. સોનિયાએ દાવો કર્યો કે, સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને લોકોના ઘા પર મીઠું ભભરાવી રહી છે.
મનમોહન સિંહ શું બોલ્યા બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું, સીમા પર જે સંકટ છે તેની સામે જો મક્કમતાથી નહીં લડીએ તો ગંભીર હાલત પેદા થઈ શકે છે. સરકાર કોરોના મહામારીનો મુકાબલો જેની જરૂર છે તેવા સાહસ અને સ્તર પર નથી કરી રહી."Despite assurances of PM who centralized all authority in his hands, pandemic continues to rage...Centre has passed the buck to state govts, but given them 0 extra finances", tweets RS Surjewala quoting Congress President Sonia Gandhi at Congress Working Committee (CWC) meeting pic.twitter.com/lKSQeaGMnE
— ANI (@ANI) June 23, 2020
બેઠકમાં કોણ કોણ થયું સામેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક નેતા સામેલ થયા છે.Crisis on the border, if not tackled firmly, can lead to serious situation: Ex-PM Manmohan Singh at CWC meet
— Press Trust of India (@PTI_News) June 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion