Cute Moments : સોનિયા ગાંધીએ એવું તે શું કહ્યું કે રાહુલે નાના બાળકની માફક ખેંચ્યા તેમના ગાલ? જુઓ Video
આ વીડિયોને લઈને રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં છવાયા છે. આ વીડિયો કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની ઉજવણીનો છે.
Sonia and Rahul Video: છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચારોકોર ભારે ચર્ચા થઈ રહી છે. પહેલા ભારત જોડો યાત્રા, ત્યારબાદ દિલ્હીની ગાત્રો થીજાવી નાખે તેવી કડકડતી ઠંડીમાં ટી-શર્ટ પહેરીને ફરવું અને હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો એક વીડિયો. આ વીડિયોને લઈને રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં છવાયા છે. આ વીડિયો કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની ઉજવણીનો છે. જ્યાં ભારત જોડો યાત્રામાંથી બ્રેક લેતા રાહુલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા .
રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી સાથો સાથ કોંગ્રેસના નેતા અંબિકા સોની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ અચાનક જ તેમની માતા સોનિયાના નાના બાળકની માફક ગાલ ખેંચ્યા હતાં.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ખૂબ જ ક્યૂટ કહી શકાય તેવી પળ જોવા મળી છે. દિગ્ગજ રાજનેતા હોવા છતાંયે બંને વચ્ચે મા-દિકરાનો પ્રેમ છલકી આવ્યો હતો. અગાઉ પણ એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે રાહુલ તેની માતા સોનિયા ગાંધીને મળે છે અને નાના બાળકની જેમ વર્તન કરવા લાગે છે. આવા જ દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યાં હતાં અને આ આખી ઘટના મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Congress MP Rahul Gandhi had a joyful moment with his mother Sonia Gandhi during the party's 138th Foundation Day celebration event in Delhi pic.twitter.com/tgqBAxY2co
— ANI (@ANI) December 28, 2022
વીડિયોમાં શું?
હકીકતે કોંગ્રેસ સ્થાપના દિવસના કાર્યક્રમનો પ્રસંગ હતો. જ્યાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અંબિકા સોની ત્રણેય બેઠા હતાં. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનિયા ગાંધી અંબિકા સોની સાથે વાતચીત કરી રહતાં હતાં અને એવું લાગે છે કે તે તેમને કહી રહ્યાં છે કે, સાચે જ હું શપથ લઉં છું... ત્યાર બાદ તેઓ પોતાના ગળા પર હાથ મુકે છે. સોનિયા ગાંધીએ આમ કરતા જ રાહુલ ગાંધી પ્રેમથી તેમના માતા (સોનિયા ગાંધી)ગાલને હાથથી પકડીને નાના બાળકની માફક લાડ કરવા લાગે છે. અને બંને જોર જોર હસવા લાગે છે. મા-દીકરાનો આ પ્રેમ અને લાડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
મા-દીકરાનો પ્રેમ અગાઉ પણ સામે આવેલો
આ કંઈ પહેલીવાર નથી કે સોનિયા અને રાહુલ વચ્ચે આ પ્રકારનો પ્રેમ જોવા મળ્યો હોય. આ અગાઉ પણ એક ખૂબ જ સુંદર તસવીર વાયરલ થઈ હતી. આ તસવીર ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવી હતી જ્યારે સોનિયા ગાંધી કર્ણાટકના મંડ્યામાં હાજરી આપી હતી. આ દરમિયાન સોનિયા પણ રાહુલ સાથે લાંબો સમય ચાલ્યા હતા. આ દરમિયાન રાહુલે જમીન પર નમીને સોનિયા ગાંધીના બુટની દોરી બાંધી આપી હતી. આ ઉપરાંત અન્ય એક તસવીરમાં રાહુલ તેમની માતા સોનિયાને પાછળથી ગળે લગાડી લાડ કરતા જોવા મળ્યાં હતાં.