શોધખોળ કરો

દુર્ગાપુરમાં ફ્લાઈટ લેન્ડિંગ પહેલાં પ્લેનમાં મુસાફરો ઘાયલ થવાની ઘટનામાં DGCAએ તપાસ શરુ કરી, જાણો શું કાર્યવાહી કરી

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં લેન્ડિંગ કરતા પહેલા સ્પાઈસજેટની ફ્લાઈટમાં તીવ્ર ટર્બ્યુલન્સ (અશાંતિ) જોવા મળ્યું હતું. જેના કારણે ફ્લાઈટમાં સવાર લોકોના જીવ પર ખતરો ઉભો થયો હતો

Spicejet Flight Turbulence: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં લેન્ડિંગ કરતા પહેલા સ્પાઈસજેટની ફ્લાઈટમાં તીવ્ર ટર્બ્યુલન્સ (અશાંતિ) જોવા મળ્યું હતું. જેના કારણે ફ્લાઈટમાં સવાર લોકોના જીવ પર ખતરો ઉભો થયો હતો અને આ દરમિયાન ઘણા મુસાફરો ઘાયલ પણ થયા હતા. હવે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ આ મામલે તપાસ શરૂ કરી છે. આ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે ડીજીસીએએ રોસ્ટર ફ્લાઈટ ક્રૂ, એરક્રાફ્ટ એન્જિનિયર અને સ્પાઈસ જેટના જાળવણી નિયંત્રણ કેન્દ્રના ઈન્ચાર્જને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પદ અને કામ પરથી હટાવી દીધા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા કુલ 15 લોકોમાંથી 2 લોકો ICUમાં દાખલ છે.

કેન્દ્રીય મંત્રી સિંધિયાએ માહિતી આપીઃ
આ મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, દુર્ગાપુર ઉતરતી વખતે ફ્લાઈટમાં થયેલ અડચણ અને મુસાફરોને થયેલ નુકસાન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. DGCA એ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરી છે.” તેમણે કહ્યું કે આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. "તપાસ પૂર્ણ થયા પછી ઘટનાના કારણ વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવશે," સિંધિયાએ કહ્યું.

સ્પાઇસજેટે કહ્યું- ઘાયલ મુસાફરોની મદદ કરી રહ્યા છીએઃ
આ અંગે DGCA અધિકારીઓએ જણાવ્યું કે, આ ફ્લાઈટમાં 12 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી બે હાલ ICUમાં છે. ડીજીસીએના વડા અરુણ કુમારે જણાવ્યું હતું કે, "આ ઘટનાની નિયમનકારી તપાસ કરવા માટે અમે ટીમની રચના કરી છે." બીજી તરફ, સ્પાઈસજેટે સ્પષ્ટતા કરી હતી કે રવિવારે મુંબઈ-દુર્ગાપુર ફ્લાઈટમાં અકસ્માત સમયે સીટ બેલ્ટની નિશાની ચાલુ હતી અને ક્રૂ મેમ્બર્સ દ્વારા મુસાફરોને સીટ પર બેસાડવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી.

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “1 મેના રોજ મુંબઈથી દુર્ગાપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-945માં મુસાફરી કરી રહેલા 11 મુસાફરો, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેઓને લેન્ડિંગ વખતે ગંભીર ગરબડ થઈ હતી, જેના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આઠ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કંપની ઘાયલ લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
Bank Jobs 2024: આ બેંકમાં ઓફિસરના પદ પર નીકળી ભરતી, મહિને મળશે 1.50 લાખથી વધુ પગાર
શબ્દોથી જવાબ નથી આપતો...T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોલ કરનારા લોકોને હાર્દિક પંડ્યાએ લીધા આડે હાથ
Hardik Pandya: શબ્દોથી જવાબ નથી આપતો...T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોલ કરનારા લોકોને હાર્દિક પંડ્યાએ લીધા આડે હાથ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Embed widget