શોધખોળ કરો
શિવસેનાની ઓફિસ પર પથ્થરમારો, સંજય રાઉતે કહ્યું pak ને ટાર્ગેટ કરો

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વેગ પકડી રહ્યું છે, ત્યારે શિવસેનાના મુખપત્ર સામના માં એક કાર્ટૂન છાપવામાં આવતા મરાઠા આંદોલન કરી રહેલા લોકોએ શિવસેનાની ઓફિસને નિશાન બનાવી હતી. આંદોલનકારીઓએ શિવસેનાની ઓફિસ પર પથ્થર મારો કર્યો હતો. આ પથ્થર મારામાં ઓફિસની કાંચની દિવાલોને નુકશાન થયું હતું. શિવસેનાની ઓફિસ પર પથ્થર મારો કરાતા સાંસદ સંજય રાઉતે કહ્યું હુમલો કરવો હોય તો પાકિસ્તાન પર કરો. અમે મરાઠા આંદોલનને સર્મથન કરીએ છીએ, તેની વિરૂધ્ધમાં નથી. મરાઠા આંદોલનનું નેતૃત્વ કોઈ પાર્ટી નથી કરતું છતા લોખો માણસો જોડાયા છે. મહારાષ્ટ્રમાં સૌપ્રથમ મોર્ચો મરાઠવાડા ઓરંગાબાદમાં નિકળ્યો હતો, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પ્રર્દશનો જોવા મળ્યા હતા
વધુ વાંચો






















