શોધખોળ કરો
Advertisement
બિહાર, UP, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં આંધી તોફાનની આશંકા, 3 દિવસમાં 124 લોકોના મોત
નવી દિલ્લી: પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આજે આંધી અને તોફાન આવવાની સંભાવના છે. ગૃહ મંત્રાલયના અધિકારીના મુજહ, ઉત્તરાખંડ, આસામ અને મેધાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપરી હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આંધી તોફાન આવી શકે છે. છેલ્લા બે દિવસોમાં પાંચ રાજ્યોમાં ભારે પવન અને વિજળી પડવાના કારણે 124 લોકોના મોત થયા છે અને 300થી વધારે લોકો ઘાયલ થયા છે. સૌથી વધારે 75 લોકોના મોત યૂપીમાં થયા જ્યારે 91 અન્ય ઘાયલ થયા છે.
છેલ્લા બે દિવસમાં ધૂળની આંધી અને ભારે વરસાદે ઉત્તર ભારતનાં 12 રાજ્યોમાં વિનાશ વેર્યા પછી આગામી 3 દિવસમાં એટલે કે 5થી 7 મે વચ્ચે ફરી વધુ શક્તિશાળી અને ભયાનક ધૂળની આંધી અને ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આની અસર 12 રાજ્યોને થશે આથી સત્તાવાળાઓ દ્વારા તમામને એલર્ટ રહેવા ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. બુધવારે રાત્રે ઉત્તર ભારતમાં યુપી, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેમાં તોફાની પવન સાથે ધૂળની આંધી ફુંકાઈ હતી. હજારો મકાનો અને વાહનો તેમજ ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૫થી 7 મે વચ્ચે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, યુપી, ઉત્તરાખંડ, રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, સિક્કિમમાં જુદાજુદા સ્થળે તોફાની પવન સાથે ધૂળની આંધી ફુંકાવાની અને ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત તામિલનાડુ, કેરળ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement