કોરોનાના બીટા અને ડેલ્ટા વેરિયન્ટ સામે વધુ અસરદાર કોવેક્સિન? જાણો સ્ટડીમાં શું થયો ખુલાસો
એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે. સ્વદેશી રૂપે વિકસિત કોરોના વાયરસની વેક્સિન કોવેક્સિન લોકોને ઘાતક બીટા બી.1.351 અને ડેલ્ટા બી 1.617.2 વેરિયન્ટથી બચાવે છે. બીટા સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકા અને ડેલ્ટાને ભારતીય વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.
હૈદરબાદ: દેશ હાલ કોરોનાની બીજી જંગ લડી રહ્યો છે. જો કે હાલ નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે બીજી લહેરમાં મોતના આંકડાએ લોકોને ડરાવી દીધા છે. એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે. સ્વદેશી રૂપે વિકસિત કોરોના વાયરસની વેક્સિન કોવેક્સિન લોકોને ઘાતક બીટા બી.1.351 અને ડેલ્ટા બી 1.617.2 વેરિયન્ટથી બચાવે છે. બીટા સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકા અને ડેલ્ટાને ભારતીય વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.
એન્ટીબોડીને બેએસર કરવાની એકાગ્રતામાં જોવા મળી કમી
કોવેક્સિનની ન્યૂટલાઇજેશન ક્ષમતાનું મુલ્યાંકન કરવા માટે શોધમાં શોધકર્તાએ જાણ્યું કે, બીટા અને ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ ન્યુટલાઇઝેશન ટાઇટર્સ ( એન્ટીબોડીને બેએસર કરવાની એકાગ્રતા) ત્રણ ગણી ઓછી જોવા મળી છે. એટલે કે, કોવેક્સિન બીટા અને ડેલ્ટા વેરિ.ન્ટની વિરૂદ્ધ એન્ટીબોડીને બનાવી રાખવામાં મદદ કરે છે.
એનઆઇવી, આઇસીએમઆર અને ભારત બાયોટેકના શોધકર્તાની જેમ એક અધ્યન કરવામાં આવ્યું હતું. જેમાં biorxiv નામની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ વેબસાઇટ કોરોના અને વેક્સિન પર થયેલા સ્ટડીને પબ્લિશ કરે છે.
કોણ કરે છે કોવેક્સિનનું નિર્માણ
ઉલ્લેખનિય છે કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓક્સફોર્ડ -એસ્ટ્રેજેનેકાની કોવિશીલ્ડ રસીનું નિર્માાણ કરે છે. તો હૈદરબાદ સ્થિત બાયોટેક, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન(એનઆઇવી)ની સાથે તાલમેળ કરીને કોવેક્સિનનુ નિર્માણ કરે છે. સ્ટડીમાં સામેલ બ્લ્ડના નમૂનામાં એન્ટીબોડી અને તેના સ્તરની તપાસ કરવામાં આવી.
શું છે ડેલ્ટા અને કોણે આપ્યું નામ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૌ પ્રથમ ભારતમાં જોવા મળેલ કોરોના વાયરસના સ્વરૂપો બી.1.617.1 અને બી 1.617.2ને ક્રમશ કપ્પા, ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા વેરિયન્ટ આલ્ફા વેરિયન્ટથી પણ ખતરનાક છે. (ડેલ્ટા -બી, .617.2) આલ્ફા બી,1.1.7)વેરિયન્ટની તુલનામાં 50 ટકા વધુ ઝડપથી ફેલાય છે. ભારતમાં કોરોનાના ડેલ્ટા સૌથી પ્રમુખ વેરિયન્ટ છે. ગત વર્ષે ઓક્ટબરમાં ભારતમાં જોવા મળતાં સ્ટ્રેન (B.1.617.1)ને કપ્પા નામ આપવામાં આવ્યું છે.