Sukhdev Singh: કરણી સેનાએ કહ્યું હત્યારાઓ સામે 'યોગી એક્શન' લો, નહીં તો શપથ ગ્રહણ સમારોહ નહીં થવા દઇએ....
કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં માહોલ ગરમાયો છે, સ્થિતિ પણ તંગ બની ગઇ છે

Sukhdev Singh Gogamedi Murder: કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં માહોલ ગરમાયો છે, સ્થિતિ પણ તંગ બની ગઇ છે. મંગળવારે (5 ડિસેમ્બર) જયપુરમાં કરણી સેના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર રાજસ્થાનમાં ગુસ્સો છે. પોલીસે કહ્યું છે કે તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે, પરંતુ કરણી સેનાના નેતાઓ અને કાર્યકરોમાં રોષ છે. હવે સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓ સામે 'યોગી એક્શન' લેવાની માંગ ઉઠી રહી છે. કરણી સેનાનું કહેવું છે કે ગોગામેડી છેલ્લા બે વર્ષથી પોતાના જીવને જોખમ હોવાની વાત કરી રહ્યો હતો, પોલીસ પાસે સુરક્ષા પણ માંગવામાં આવી હતી પરંતુ તેમને કોઈ મદદ મળી ન હતી.
આ સાથે કરણી સેનાએ એલાન કર્યું છે કે જ્યાં સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાળું એન્કાઉન્ટર અને હત્યારાઓ સામે બુલડૉઝરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ રાજસ્થાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજવા દેશે નહીં.
કરણી સેનાના અધ્યક્ષ હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સામેલ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેનાર કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ કરણી સેના પ્રમુખની હત્યાની જવાબદારી લીધી છે. આ માટે તેને પોતાના ફેસબુક એકાઉન્ટ પર પૉસ્ટ કરીને કહ્યું કે જે લોકો દુશ્મનોનું સમર્થન કરે છે તેમની સાથે પણ આવું જ થશે. તેણે પોસ્ટના હેશટેગમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો પણ ઉલ્લેખ કર્યો છે.
સુખદેવસિંહ ગોગામેડીની જઘન્ય હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં ગુસ્સો છે. કરણી સેનાના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ ચાલુ છે. પોલીસ પણ આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. હાલમાં જ હરિયાણામાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ આ હત્યામાં સામેલ હોઈ શકે છે. હત્યા કરાયેલા નીતિનના ફોન પરથી તેમની કડી મળી આવી હતી.





















