સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થામાં કોની પાસેથી શીખવાની આપી સલાહ ?
સુપ્રીમ કર્ટે કહ્યું કે, અવમાનનાથી કંઈ મદદ નહીં મળે. તમે જણાવો કે આપણે ઓક્સિજન કેવી રીતે મેળવી શકીએ ? કોર્ટને રસ્તો બતાવો.
![સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થામાં કોની પાસેથી શીખવાની આપી સલાહ ? Supreme Court advises Modi government to learn from BMC in oxygen supply system? સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થામાં કોની પાસેથી શીખવાની આપી સલાહ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/03/b034927ef2888faa48ffd4b35534dd48_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઓક્સીજનના મામલે દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ પહોચી છે. હાઈકોર્ટે દિલ્હીને ઓક્સીજન ન આપવા પર અવમાનના માટે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેનું પાલન થવું જોઈએ. અધિકારીઓને જેલ મોકલીને, અવમાનનો કેસ ચલાવવાથી દિલ્હીના લોકોનો એક્સિજન નહીં મળે પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થવું જોઈએ, બન્ને તરફથી સહયોગ થવો જોઈએ.
સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિતેલા વર્ષે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેસનએ ઓક્સિજન સપ્લામાં ખૂબ જ સારું કામ કર્યુ હતું. શું આપણે તેમની પાસેથી શીખી ન શકીએ? કોર્ટને સોમવાર સુધીમાં જણાવો કે, દિલ્હીને 700 મેટ્રિક ટન ક્યારે અને ક્યાં સુધી મળશે ? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અમે મુંબઈ પાસેથી તેમનું ઓક્સિજન મેનેજમેન્ટનું મોડલ માગ્યું છે જેથી તેને દિલ્હીની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે બફર સ્ટોક બનાવવાના સંકેત આપ્યા હતા. જો તે મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરમાં કરવામાં આવી શકે તો ચોક્કસપણે તે દિલ્હીમાં પણ કરી શકાય છે.
સુપ્રીમ કર્ટે કહ્યું કે, અવમાનનાથી કંઈ મદદ નહીં મળે. તમે જણાવો કે આપણે ઓક્સિજન કેવી રીતે મેળવી શકીએ ? કોર્ટને રસ્તો બતાવો. સુપ્રીમ કર્ટે કેન્દ્ર કહ્યું કે, અમે દિલ્હીના લોકો પ્રત્યે જવાબદાર છીએ. અમે 700 મેટ્રિક ટન માટે આદેશ આપ્યા છે. બાદમાં તેની સમીક્ષા કરી શકાય છે. મુંબઈ મોડલનું વિશ્લેષણ કરવામાં આવે. મુંબઈની ટીમ એક પ્રેઝન્ટેશન આપી શકે છે.
કેન્દ્રના અધઇકારી પીયૂષ ગોયલે કહ્યું કે, ઓક્સિજનનું ઉત્પાદન નહીં પરંતુ કન્ટેનરોની ઘટ મુખ્ય સમસ્યા છે. ક્ષમતા વધારવા માટે મુખ્ય સંયંત્રોને બંધ કરવામાં આવ્યા હતા. એક મેથી 350 MT સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. હવે ઘણો સુધારો થયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)