શોધખોળ કરો
શાહીન બાગ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટની મોદી સરકારને નૉટિસ, કહ્યું- પ્રદર્શનકારીઓ રસ્તો બંધ ના કરી શકે
ઉલ્લેખનીય છે કે શુક્રવારે આ મામલે સુનાવણી થવાની હતી, શુક્રવારે આ અરજીઓ સુનાવણી માટે આવી હતી, પણ કોર્ટે એ કહીને ટાળી દીધી હતી કે ચૂંટણી બાદ આ મામલે સુનાવણી ઉચિત રહેશે

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટર (સીએએ) અને નેશનલ રજિસ્ટર ફોર સિઝીઝન વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા શાહીન બાગમાં પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. સર્વોચ્ચ અદાલતે સીધી રીતે પ્રદર્શનકારીઓને હટવાના આદેશ આપવાનો ઇનકાર કરી દીધો. જોકે, સુપ્રીમ કોર્ટનુ કહેવુ છે કે હંમેશા માટે કોઇપણ સાર્વજનિક રસ્તાઓ બંધ નથી કરી શકાતા. સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલાની સુનાવણી આગામી 17 ફેબ્રુઆરીએ થશે. કોર્ટે કહ્યું કે, જો આટલી રાહ જોઇ છે તો એક અઠવાડિયુ વધુ રાહ જોઇ લો. જસ્ટીસ સંજય કિશન કૌલ, જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે કહ્યું કે, આ મામલે પોલીસ અને સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, એટલે તેમની વાત સાંભળવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે આ મામલે સુનાવણી થવાની હતી, શુક્રવારે આ અરજીઓ સુનાવણી માટે આવી હતી, પણ કોર્ટે એ કહીને ટાળી દીધી હતી કે ચૂંટણી બાદ આ મામલે સુનાવણી ઉચિત રહેશે. વકીલ અમિત સાહની અને બીજેપી નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુ્પ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં એ માંગ કરવામાં આવી છે કે, કોર્ટ દિલ્હી પોલીસને શાહીન બાગમાં રસ્તાં પરથી લોકોને હટાવવાનો આદેશ આપે. આ અરજીઓમાં દિલ્હીને નોઇડા સાથે જોડનારો મુખ્ય માર્ગ બંધ હોવાથી લાખો લોકોને અવરજવરમાં તકલીફો પડી રહી હોવાનો સવાલો ઉઠાવાયા છે. શાહીન બાગમાં લગભગ 55 દિવસથી ધરણા પ્રદર્શન ચાલુ છે. રસ્તા ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં એ પણ માંગ કરવામાં આવી છે કે, કોર્ટ પોલીસને એ જોવાનુ કહે કે ત્યાં ભાષણ આપનારા લોકોને કયા સંગઠનો સાથે સંબંધ છે. ક્યાંક તેમનો ઉદ્દેશ્ય દેશવિરોધી ગતિવિધિઓ માટે લોકોને ભડકાવવાનો તો નથીને. વળી, સીએએ વિરોધી પ્રદર્શનકારીઓએ જામિયા મિલ્લિાયા ઇસ્લામિયા અને શાહીન બાગમા સુરક્ષા વધારવાની માંગ કરી છે. આ વિસ્તારોમાં હાલ ફાયરિંગની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. પ્રદર્શનકારીઓ આશંકા જતાવી રહ્યા છે કે આઠમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓ ફરીથી થઇ શકે છે. ઉલ્લેખનયી છે કે ફાયરિંગની ત્રણ ઘટનાઓ ઘટી ચૂકી છે.
વધુ વાંચો





















