શોધખોળ કરો

Supreme Court : આ 2 યુવતીઓની પ્રેમ કહાનીએ દેશભરમાં જગાવી સમલૈંગિક સેક્સ મેરેજની ચર્ચા

Legal Battle of Same Sex Marriage : દેશભરમાં સમલૈંગિક સેક્સ મેરેજ ચર્ચાનો વિષય બન્યો છે. સડકથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલે ચર્ચા જગાવી છે. આ મામલે સુપ્રીમ અને સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

Legal Battle of Same Sex Marriage : દેશભરમાં સમલૈંગિક સેક્સ મેરેજ ચર્ચાનો વિષય બન્યો છે. સડકથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલે ચર્ચા જગાવી છે. આ મામલે સુપ્રીમ અને સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ આખી ચર્ચા માટે જવાબદાર છે બે મહિલાઓ. કાજલ ચૌહાણ અને ભાવના સિંહ એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે અને તે 20 સમલિંગી યુગલોમાંની એક છે જેમણે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

કાજલ ચૌહાણ અને ભાવના સિંહની આ લવ સ્ટોરી છે. બે છોકરીઓની લવ સ્ટોરી. આવો પ્રેમ જે શરૂ થયો ત્યારે કાયદેસર ગુનો હતો. આજીવન સજા પરંતુ હવે સમલૈંગિક સંબંધો ગુનો નથી.

5 વર્ષ પહેલાં, 2018માં ઉનાળાની રાત હતી. કાજલ ચૌહાણ અને ભાવના સિંહ પહેલીવાર લગ્ન સમારોહમાં મળ્યા હતા. ભારતમાં ઘણીવાર લગ્નમાં બે અજાણ્યા વ્યક્તિઓ પ્રેમમાં પડી જાય છે. આ બંને સાથે પણ એવું જ થયું. તેમની આંખો મળી અને બંને પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યા. બંને અલગ-અલગ રાજ્યોમાંથી હતી. ત્યારે કાજલ 23 વર્ષની હતી અને ભાવના 18 વર્ષની હતી. બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. બે યુવાન યુવતીઓની બળકત પ્રેમ કહાની.... જાણે પોતાની જ સામે બળવો. ટૂંક સમયમાં જ બંનેનો પ્રેમ જાહેર થઈ ગયો. પરિવારના સભ્યોએ પાબંધી લગાવી દીધી. જો ક્યારેય છૂપી ચેટિંગ કરતા પકડાય તો લડાઈ થતી અને મારપીટ થવા લાગી. હિંસાથી કંટાળીને ભાવના એક દિવસ ઘર છોડીને પંજાબમાં તેના પ્રેમી કાજલ ચૌહાણના ઘરે પહોંચી જાય છે. જુલાઈ 2018 ની વાત છે. ભાવના માંડ પુખ્ત હતી. પરંતુ બે દિવસમાં તેના પરિવારના સભ્યો તેને શોધી કાઢી. પરિવારની ધમકીઓથી ભાવનાએ કાજલ સાથે સંબંધ તોડી નાખ્યો. ઘરે આવીને તે કાજલની યાદમાં એકલતા અને ઉદાસી અનુભવવા લાગી.

સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

જુદાઈ અને એકલતાની વ્યથામાં દોઢ-બે મહિના વીતી ગયા. પણ 6 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને અપરાધના દાયરામાંથી બહાર કરી દીધી. સમલૈંગિક સંબંધોને ગેર-અપરધિક જાહેર કરતા ન્યાયાધીશોના બોલ્ડ નિવેદનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના અખબારોમાં ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. આનાથી આ બે હેબતાઈ ગયેલા પ્રેમીઓને નવી હિંમત મળી. બંનેએ તેમના અધૂરા પ્રેમની નૈયાને પાર કરાવવાનું નક્કી કર્યું. બંને ઘરેથી ભાગી ગયા હતા. હત્યા અને વિવિધ ધમકીઓને નકારી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. બંને સાથે રહેવા લાગ્યા. પરંતુ પરિવારના સભ્યોના ડરના કારણે તેણે વારંવાર સ્થળ બદલવું પડ્યું હતું. પોતાના જ તેમના દુશ્મન બની ગયા. ક્યારેક જાનથી મારી નાખવાની ધમકીઓ અને ક્યારેક ભયંકર પરિણામની ચેતવણીઓ.

કેન્દ્ર સરકાર સમલૈંગિક લગ્નનો વિરોધ કરે છે

બંનેના પરિવારજનોએ તેમને અલગ કરવામાં કોઈ કસર છોડી ન હતી. ભાવના સિંહે અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા પરિવારે ક્યારેય અમને ટોર્ચર કરવાનું બંધ કર્યું નથી. તેમણે મારા પાર્ટનરને કહ્યું હતું કે, આખરે મને ભાન થશે અને એક પુરુષ સાથે લગ્ન કરવા તૈયાર થઈશ. આ વાતને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો. અમે આજે પણ ભાગતા ફરીએ છીએ. હવે તેનાથી કંટાળી ગયા છીએ. જો અમારા લગ્ન થશે તો તે કાજલ પ્રત્યેના મારા પ્રેમનો કાનૂની પુરાવો હશે.

5 વર્ષ પછી બંને હવે પોતાના પ્રેમને લગ્નના અંજામ સુધી પહોંચાડવા કોર્ટની લડાઈ લડી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ પાસેથી 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફારની માંગ કરી છે જેથી તેમના લગ્નને કાનૂની માન્યતા મળી શકે. પરંતુ કેન્દ્ર સરકાર તેમના આડે આવી રહી છે. કેન્દ્ર સમલૈંગિક લગ્નનો વિરોધ કરી રહ્યું છે. તેમની અરજી પર બુધવારે સતત બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget