શોધખોળ કરો
Advertisement
BS-4 વાહનો ખરીદનારા હજારો લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત
દેશમાં 1 એપ્રિલ 2020થી બીએસ-6 માપદંડ લાગુ થઈ ગયો છે.બાદમાં કોર્ટે લોકડાઉનમાં છૂટ બાદ મર્યાદિત સમયમાં ઈનવેન્ટ્રીના દસ ટકા વાહનો વેચવાની મંજૂરી આપી હતી
નવી દિલ્હી: BS-4 વાહનો ખરીદનારા હજારો લોકોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે 31 માર્ચ સુધી વેચાયેલા વાહનોના રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે વાહનોનું વેચાણ થયા બાદ ઈ -વાહન પોર્ટલ પર નોંધાઈ ગયા છે અથવા જેનું અસ્થાયી રજિસ્ટ્રેશન થયું છે, તેનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. જો કે દિલ્હી -NCRમાં વેચાયેલા વાહનો પર હાલ છૂટ આપવામાં આવી નથી.
જણાવી દઈએ કે, 9 જુલાઈએ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 31 માર્ચ, 2020 બાદ વેચાણ થયેલા વાહનો BS-4નું રજિસ્ટ્રેશન થવું જોઈએ નહીં. કોર્ટે સરકારને કહ્યું કે, એ તપાસ કરવામાં આવે કે શું ડીલરોએ કોરોના મહામારીના કારણે BS-4 વાહનોના વેચાણ માટે વધારેલા સમય મર્યાદા બાદ તે વાહનોનું વેચાણ કર્યું છે.
દેશમાં 1 એપ્રિલ 2020થી બીએસ-6 માપદંડ લાગુ થઈ ગયો છે. કોર્ટે BS -6 લાગુ કરવામાં ડેડલાઈન વધારવાનો ઈનકાર કરી દીધો હતો. બાદમાં કોર્ટે લોકડાઉનમાં છૂટ બાદ મર્યાદિત સમયમાં ઈનવેન્ટ્રીના દસ ટકા વાહનો વેચવાની મંજૂરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion