શોધખોળ કરો
Advertisement
સુપ્રીમ કોર્ટનો મોટુ ડિસીઝન, મુંબઇની આરે કૉલોનીમાં વૃક્ષોની કાપણી પર રોક લગાવી
મહેતાએ કહ્યું કે આરે કૉલોનીનો એરિયા 3000 એકર છે, માત્ર 2% લીધો છે. જેના પર કોર્ટે કહ્યું કે, કોઇ ફરક નથી પડતો. જો વૃક્ષો ન હતા કાપી શકાતા તો ના કાપવા જોઇએ
નવી દિલ્હીઃ મુંબઇના આરે કૉલોનીમાં 2500થી વધુ વૃક્ષોની કાપણી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટની સ્પેશ્યલ બેન્ચે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે વૃક્ષોની કાપણી પર તત્કાલ પ્રભાવથી રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘હવે કંઇપણ ના કાપો’ - સાથે કોર્ટે કહ્યું કે, આના પર આખા મામલાની સમીક્ષા કરવી પડશે.
સ્પેશ્યલ બેન્ચે કહ્યું કે, 'અમે બધાને સાંભળ્યા, આરે કૉલોની પહેલા અનક્લાસિફાઇડ ફૉરેસ્ટ હતુ, બાદમાં તેને ટ્રાન્ફર કરી દેવામાં આવ્યુ. સૉલિસિટર જનરલે કહ્યું કે હવે કોઇ પણ વૃક્ષો નહીં કાપવામાં આવે.'
સરકાર તરફથી રજૂ થયેલા વકીલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, મારો મત છે કે, અહીં કોઇની પાસે નકશો નથી, હાલમાં રોક લગાવી દો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યુ ઠીક છે, અત્યાર કંઇજ ના કરો, બાદમાં નક્કી કરવામાં આવશે.
મહેતાએ કહ્યું કે આરે કૉલોનીનો એરિયા 3000 એકર છે, માત્ર 2% લીધો છે. જેના પર કોર્ટે કહ્યું કે, કોઇ ફરક નથી પડતો. જો વૃક્ષો ન હતા કાપી શકાતા તો ના કાપવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઇ મેટ્રૉ રેલ નિગર લિમિટેડ દ્વારા મેટ્રૉની રેકનો ડેપો બનાવવા માટે આરે કૉલોનીમાંથી વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે. લોકોના પ્રદર્શન બાદ અહીં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement