શોધખોળ કરો
Advertisement
શાહીનબાગ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ- પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરે સરકાર, મધ્યસ્થીની કરી નિમણૂક
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.
નવી દિલ્હીઃ શાહીન બાગમાં લગભગ બે મહિનાથી બંધ રસ્તાને ખુલતા હજુ વધુ સમય લાગશે. સુપ્રીમ કોર્ટે શાહીન બાગના મામલા પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ, કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે એક અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ અનુસાર, પ્રદર્શન કરવાની જગ્યા જંતર-મંતર છે. આ મુદ્દો જનજીવને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ કરવાનું કહ્યુ છે અને હવે આ મામલા પર 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.
કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને મધ્યસ્થી તરીકે નિમણૂક કરી છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે લોકોને પોતાનો અવાજ સમાજ સુધી પહોંચાડવાનો અધિકાર છે. અમે અધિકારોની રક્ષા કરવાના વિરોધની સામે નથી. લોકતંત્રમાં પોતાનો અવાજ જરૂર પહોચાડો. સમસ્યા દિલ્હીના ટ્રાફિકને લઇને છે. જો તમામ લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા તો શું થશે. આ જનજીવનને ઠપ્પ કરવાની સમસ્યા સાથે જોડાયેલો મુદ્દો છે. શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરવી જોઇએ. સાથે કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને પ્રદર્શનકારીઓને હટાવવાના ઓપ્શન પર ચર્ચા કરવા કહ્યું છે.Supreme Court asks who can be appointed to go to persuade/talk to Citizenship Amendment Act protesters from Shaheen Bagh. Names of Senior Advocate Sanjay Hegde and Sadhana Ramachandran, came up during the hearing for being appointed as an interlocutor to talk to the protesters. https://t.co/wgbHnVif4w
— ANI (@ANI) February 17, 2020
નોંધનીય છે કે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે રસ્તો બંધ છે. આ રોડ દિલ્હી અને નોઇડાને જોડે છે. રસ્તો બંધ થવાના કારણે નોઇડા અને દિલ્હી વચ્ચે સફર કરનારા લોકો અનેક કલાકો ટ્રાફિકમાં ફસાઇ રહે છે.Supreme Court starts hearing the petitions seeking appropriate directions to the Centre and others for removal of the Citizenship Amendment Act (CAA) protesters from Shaheen Bagh, near Kalindi Kunj. pic.twitter.com/O1TrgKUIR6
— ANI (@ANI) February 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement