શોધખોળ કરો
Advertisement
નિધનના ત્રણ કલાક પહેલા સુષ્મા સ્વરાજે કર્યું હતું ટ્વિટ, કહ્યું- જીવનમાં આ દિવસની.....
નિધનના ત્રણ કલાક પહેલા સુષ્મા સ્વરાજે આર્ટિકલ 370 હટાવવા પર ટ્વિટ કર્યું હતું.
નવી દિલ્હીઃ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશમી મંત્રી રહેલ સુષ્મા સ્વરાજનું નિધન થઈ ગયું છે. 6 ઓગસ્ટના રોજ તેમનું એમ્સમાં સારવાર દરમિયાન નિધન થયું. હાર્ટ એટેક બાદ 67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજે દુનિયાને અલવિદા કહ્યું છે. દિલ્હીની એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. નિધનના ત્રણ કલાક પહેલા સુષ્મા સ્વરાજે આર્ટિકલ 370 હટાવવા પર ટ્વિટ કર્યું હતું. આ પછી તેમના નિધનના સમાચાર આવ્યા હતા.
લોકસભામાં મંગળવારે જમ્મુ કશ્મીર પુનર્ગઠન બિલ બહુમતીથી પાસ થતા સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રી જી-તમારું હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસ જોવાની પ્રતિક્ષા કરતી હતી. આમ તેમનું આ અંતિમ ટ્વિટ બન્યું હતું.
67 વર્ષીય સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા.प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement