Swiggy Holi Billboard: સ્વિગીના હોળી પર ઈંડાવાળા બિલબોર્ડને લઈ સોશિયલ મીડિયા પર હંગામો, કંપનીએ હટાવ્યું
સ્વિગીના હોળી માટે ઈંડાની જાહેરખબરવાળા બિલબોર્ડનો લોકોના એક વર્ગે સોશિયલ મીડિયા પર વાંધો ઉઠાવ્યા બાદ સ્વિગીએ આ બોર્ડ હટાવી દીધા છે.
Swiggy Holi Billboard Row: સ્વિગીના હોળી માટે ઈંડાની જાહેરખબરવાળા બિલબોર્ડનો લોકોના એક વર્ગે સોશિયલ મીડિયા પર વાંધો ઉઠાવ્યા બાદ સ્વિગીએ આ બોર્ડ હટાવી દીધા છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, "ઓમેલેટ - સની સાઇડ અપ - કોઈના માથા પર મારશો નહીં. ખરાબ રમશો નહીં. ઇન્સ્ટામાર્ટમાંથી હોળીની જરૂરી વસ્તુઓ મેળવો. આ મામલે સ્વિગી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જો કે એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે જાહેરાતના બેનરો ફક્ત દિલ્હી-એનસીઆરમાં જ લગાવવામાં આવ્યા હતા અને હવે તેને દૂર કરવામાં આવ્યા છે. જાહેરાત પોસ્ટ થયા પછી તરત જ ઘણા લોકોએ હિન્દુફોબિક સ્વિગી" હેશટેગ સાથે ટ્વિટ કર્યું.
લોકોએ સ્વિગીના બહિષ્કાર માટે આગ્રહ કર્યો
ટ્વિટમાં લોકોએ ફૂડ ડિલિવરી કંપની (Swiggy)નો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો છે. ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે કંપનીની ટીકા કરી અને ટ્વીટ કર્યું, "Swiggy એ હોળી પર હિંદુઓને જ્ઞાન દેવા માટે એક અભિયાન શરૂ કર્યું. કેટલાક શાકાહારી લોકોને નોન-વેજ વસ્તુઓ મોકલી હતી. જ્યારે તેઓએ વેજ વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો.
હિન્દુઓની માફી માંગવી જોઈએ
શિવસેનાના પૂર્વ નેતા રમેશ સોલંકીએ ટ્વીટ કર્યું, “સ્વિગીની હોળી રીલ અને બિલબોર્ડ લાખો લોકો દ્વારા ઉજવાતા તહેવારનું અપમાન કરે છે. અન્ય બિન-હિન્દુ તહેવારો પર આવી માહિતી શા માટે આપવામાં આવતી નથી ? સ્વિગીએ તેની જાણીજોઈને કરેલી ભૂલ માટે હિંદુઓની માફી માંગવી જોઈએ.
Holi Reel & Billboard of @Swiggy is disrespectful towards a festival celebrated by millions
— Ramesh Solanki🇮🇳 (@Rajput_Ramesh) March 7, 2023
Why no such gyan on other non-Hindu festivals?
Swiggy must apologise to Hindus for its intentional mistake #HinduPhobicSwiggy pic.twitter.com/mxfLcHBCSC
સ્વિગીએ હોળીના હોર્ડિંગ્સ હટાવ્યા
એક યુઝરે લખ્યું કે સ્વિગીનો હોળીને બદનામ કરવાનો પ્રયાસ અત્યંત અસ્વીકાર્ય છે. અમે હોળીના હોર્ડિંગ અને રીલને તાત્કાલિક દૂર કરવાની માંગ કરીએ છીએ. તેણે પોતાના અસંવેદનશીલ વર્તન માટે જાહેરમાં માફી માંગવી જોઈએ. વિવાદ વધ્યો અને ઘણા યૂઝર્સે એપ્લિકેશનને અન-ઇન્સ્ટોલ કરી સ્વિગીએ હોળીના હોર્ડિંગને દૂર કરવાનો નિર્ણય કર્યો.