શોધખોળ કરો
Advertisement
ભારતીય જિહાદની વન્ડર વુમન બનવા માંગતી હતી કોલકાતાની આ યુવતી, 70 જિહાદી ગ્રુપનો હતી હિસ્સો
યુવતી અનેક પાકિસ્તાની સીમ કાર્ડ દ્વારા પાકિસ્તાની હેંડલર્સના સપંર્કમાં હતી.
નવી દિલ્હીઃ NIA દ્વારા થોડા દિવસો પહેલા લશ્કર-એ-તૈયબાના ઓનલાઇન ભરતી મોડ્યૂલ મામલે કોલકાતાની સ્ટુડન્ટ તાનિયા પરવીન સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, તાનીયા સોશિયલ મીડિયા પર 70 જેહાદી ગ્રુપોની સભ્ય બની હતી. આ ગ્રુપ્સ ઈસ્લામિક જિહાદની આડમાં આતંકી વિચારધારાનો પ્રચાર કરતા હતા. ચાર્જશીટ મુજબ તાનીયા પરવીન ભારતીય જિહાદની વન્ડર વુમન બનવા માંગતી હતી. મૌલવીના ભાષણોથી પ્રેરણા લઈ પરવીન લશ્કર-એ-તૈયબા તરફ ખેંચાઈ હતી.
આરોપો મુજબ, તાનિયા પરવીન પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈના અધિકારીઓના સંપર્કમાં હતી અને આઈએસઆઈ અધિકારીઓ તરફથી તેની નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવીને ભારતમાં શસ્ત્ર બળોના અધિકારીઓ સાથે મિત્રતા કરી ગુપ્ત માહિતી બહાર લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. NIAની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું કે, તે સોશિયલ મીડિયા પર 70 જિહાદી ગ્રુપોની સભ્ય બની અને આતંકી વિચારધારાનો ઈસ્લામિક જિહાદની આડમાં પ્રચાર કર્યો. આ ગ્રુપ મુસ્લિમ યુવાઓને કટ્ટરપંથી બનાવવા અને ઈસ્લામિક જિહાદની આડમાં આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરતા હતા.
એનઆઈએના અધિકારીઓના કહેવા મુજબ, એક વર્ષની દેખરેખ રાખ્યા બાદ પરવીનને પકડી હતી. તાનીયા પરવીનતેના વિચટારોમાં કટ્ટરતા જાહેર કરી હતી અને આતંકવાદી વિચારધારાના પ્રચાર પ્રસાર કરવામાં રસ દાખવતી હતી. પરવીન સીરિયાના અનેક જિહાદી સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ સક્રિય હતી. તપાસ દરમિયાન એવી ખબર પડી કે પરવીનને લશ્કરના પાકિસ્તાન સ્થિત કેડર દ્વારા સાઇબર સ્પેસમાં કટ્ટરપંથી બનાવવામાં આવી હતી. તે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર 70 ગ્રુપોનો હિસ્સો બની ગઈ હતી.
એનઆઈએ મુજબ, પાકિસ્તાનના લાહોર સ્થિત લશ્કર કેડરે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી. જે બાદ તેને સંવેદનશીલ વ્યૂહાત્મક માહિતી પ્રાપ્ત કરવા માટે ભારતમાં નકલી ફેસબુક પ્રોફાઈલ બનાવવા તથા સશસ્ત્ર બળના સભ્યો સાથે મિત્રતા કરવાનું કામ સોંપ્યું હતું.
એનઆઈએ અધિકારીઓના જણાવ્યા મુજબ, 22 વર્ષીય પરવીનને એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી. અનેક પાકિસ્તાની સીમ કાર્ડ દ્વારા પાકિસ્તાની હેંડલર્સના સપંર્કમાં હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion