યુવકને પોતાને ત્યાં ટ્યુશન આવતી યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, ભણવાને બદલે માણતાં શરીર સુખ ને પછી......
બાઘમારા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં સદરયાહીડના રહેવાસી યુવતીને હરિણાના રહેવાસી રાહુલ ચૌરસિયાને ત્યાં ટ્યુશન માટે જતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો.
ધનબાદઃ ગુરુ શિષ્યાના સંબંધને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બાઘમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુ-શિષ્યા પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરી લીધા હતા. પરંતુ એક જાતિના ન હોવાના કારણે પ્રેમિકા પરિવારજનોએ લગ્ન થયા હોવાનું માનવાનો ઈનકાર કરી દીધો હતો.
ટ્યુશન કરાવતાં શિક્ષકના પ્રેમમાં પડી યુવતીએ કરી લીધા ચોરી છુપીથી લગ્ન
બાઘમારા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં સદરયાહીડના રહેવાસી યુવતીને હરિણાના રહેવાસી રાહુલ ચૌરસિયાને ત્યાં ટ્યુશન માટે જતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને ભણવાના બદલે શરીર સુખ માણતા હતા. બંનેએ જુન 2021માં કોર્ટ મેરેજ કરી લીધા હતા. પરંતુ લગ્નની વાત બંનેએ પરિવારજનોથી છુપાવી રાખી હતી.
પ્રેમીના કહેવાથી ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી પ્રેમિકા
7 નવેમ્બરના રોજ પ્રેમિકા તેના પ્રેમીના કહેવા પર ઘરેથી ભાગીને બાઘમારા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પ્રેમી તેની માતા સાથે પહેલાથી જ પહોંચી ગયો હતો. જ્યાં તેમણે બાઘમારા પોલીસને કોર્ટ મેરેજનું પ્રમાણ પત્ર બતાવીને સુરક્ષા માંગી. પોલીસે છોકરીના પરિવારજનોને આ વાતની જાણકારી આપી. જેમની હાજરીમાં પ્રેમી-પ્રેમિકાએ કહ્યું, અમે બંને પુખ્ત વયના છીએ અને સાથે રહેવા માંગીએ છીએ. પ્રેમિકાના પરિવારજનોના વિરોધ છતાં પોલીસે પ્રેમિકાને પ્રેમી સાથે તેના ઘરે મોકલી આપી હતી.