શોધખોળ કરો

હૈદરાબાદઃ મહિલા ડોક્ટર પર રેપ બાદ હત્યા મામલે મોટો ખુલાસો, આરોપીઓએ કર્યું હતું સ્કૂટીમાં પંક્ચર

પોલીસે કહ્યું હતું કે, આરોપીઓએ યોજના બનાવી બળાત્કાર અને હત્યાને અંજામ આપ્યો છે. આરોપીએ યોજના અનુસાર સ્કૂટીમાં પંક્ચર પાડ્યુ હતું જેથી તે મહિલા ડોક્ટરને પોતાની જાળમાં ફસાવી શકે.

હૈદરાબાદઃ તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં એક સરકારી મહિલા ડોક્ટર પર ગેંગરેપ અને હત્યા મામલામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જઘન્ય ગુનાના એક આરોપી મોહમ્મદ આરિફે હેવાનિયત દરમિયાન પીડિતાનું મોં દબાવી રાખ્યું હતું જેથી તેની બૂમ કોઇ સાંભળી શકે નહીં. તે તડપતી રહી. માનવામાં આવી રહ્યું છે કે શ્વાસ નહી લઇ શકવાના કારણે હૈદરાબાદની આ ‘નિર્ભયા’નું મોત થયું હતું. આ વચ્ચે પોલીસે કહ્યું હતું કે, આરોપીઓએ યોજના બનાવી બળાત્કાર અને હત્યાને અંજામ આપ્યો છે. આરોપીએ યોજના અનુસાર સ્કૂટીમાં પંક્ચર પાડ્યુ હતું જેથી તે મહિલા ડોક્ટરને પોતાની જાળમાં ફસાવી શકે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ગેંગરેપ દરમિયાન મહિલા ડોક્ટરે મદદ માટે બૂમો પાડી હતી પરંતુ આરોપીઓએ પકડાઇ જવાના ડરે પીડિતાનું મોં બંધ કરી દીધુ જેથી તેનો અવાજ બહાર જઇ શકે નહીં. તેલંગણા પોલીસે મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ, હત્યા અને સળગાવી દેવાના આરોપમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાના રૂપમાં થઇ છે. પોલીસે જણાવ્યું કે, ગેંગરેપ બાદ આરોપી ડોક્ટરના મૃતદેહને એક ટ્રકમાં નાખીને હાઇવે પર આગળ વધ્યા હતા અને એક પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ અને ડિઝલ ખરીદ્યું હતું. સાઇબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, આખી ઘટનાને કાવતરા હેઠળ અંજામ અપાયો છે. આરોપીઓએ એક મહિલાને ટોલ પ્લાઝા પાસે સ્કૂટી પાર્ક કરતા જોઇ હતી. બાદમાં તેઓએ ગેંગરેપની યોજના બનાવી હતી. મહિલા ડોક્ટર કેબ લઇને ગચિબોવલી ગઇ અને રાત્રે 9 વાગ્યે પોતાની સ્કૂટી લેવા પાછી ફરી હતી. તેણે જોયું કે તેની સ્કૂટીમાં પંકચર છે. દરમિયાન મોહમ્મદ આરિફ તેની મદદના બહાને ત્યાં આવ્યો હતો. બાદમાં ચારેય આરોપીઓ મહિલા ડોક્ટરને નજીકમાં આવેલા એક ખાલી પ્લોટમાં લઇ ગયા અને તેમના પર ગેંગરેપ કર્યો હતો. નોંધનીય છે કે આ ઘટનાને લઇને રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને કડકમાં સજા અપાવવાની માંગ ઉઠી છે.

ટોપ સ્ટોરી

'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget