શોધખોળ કરો
પશ્વિમ બંગાળમાં 1 જૂનથી ખુલશે મંદિર, મસ્જિદ અને ચર્ચ, 10થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
કર્ણાટક બાદ હવે પશ્ચિમ બંગાળ સરકારે 1 જૂનથી ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેમના પરિસરમાં એક સાથે 10થી વધુ લોકો એકઠા થવાની મંજૂરી નહી આપવામાં આવે.

કોલકાતા: કર્ણાટક બાદ હવે પશ્ચિમ બંગાળ સરકારે 1 જૂનથી ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેમના પરિસરમાં એક સાથે 10થી વધુ લોકો એકઠા થવાની મંજૂરી નહી આપવામાં આવે. કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણને કારણે તમામ ધાર્મિક સ્થળો, ઉદ્યોગ,ધંધા બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં 25 માર્ચથી લોકડાઉન છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, તમામ ખાનગી, જાહેર અને સરકારી ક્ષેત્રની કચેરીઓ 8 મી જૂનથી ખુલશે, જ્યારે રાજ્યના તમામ ચા અને જૂટ ઉદ્યોગો 1 લી જૂનથી કાર્યરત રહેશે. લોકડાઉનના દરેક તબક્કા સાથે કેંદ્ર સરકાર તરફથી થોડી-થોડી છૂટ આપવામાં આવી રહી ચે. હાલમાં જ યોજાયેલી બેઠકમાં કેંદ્રએ છૂટ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડી દિધો હતો. આ પહેલા કર્ણાટક સરકારે મંદિર ખોલવાના આદેશ આપ્યા હતા. એ પણ ત્યારે જ્યારે રાજ્યમાં 2000થી વધુ કેસ પહોંચી ચૂક્યા છે. મંદિરોને ખોલવાની માંગ સાથે હિંદુ કાર્યકર્તાઓએ રાજ્યના મુદુરૈ અને તિરૂચિમાં પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું હતું કે સરકાર હવે મંદિરો ખોલવાની મંજૂરી આપે. કર્ણાટક સરકારે 1 જૂનથી મંદિરો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. મંદિરોના પૂજારી અને ભક્ત બંને મંદિર ખોલવાની માંગ કરી રહ્યા હતા. કર્ણાટકમાં આશરે 34500 મંદિર 1 જૂનથી ભક્તો માટે ખોલવામાં આવશે.
વધુ વાંચો





















