શોધખોળ કરો
Advertisement
J&K: શોપિયાંમાં પોલીસ ચોકી પર આતંકી હુમલો, એક પોલીસ જવાન શહીદ, એક ઘાયલ
નવી દિલ્લી: શુક્રવારે સેનાના જવાનોએ LoC પાસેના નૌગામ સેક્ટરમાં આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. શુક્રવારે રાત્રે નૌગામ સેક્ટરમાં લગભગ 100 કિમી દૂર આતંકવાદીઓના સમૂહને શોપિયાં જિલ્લામાં જમનાગેરી પોલીસ ચોકી પર પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયા છે અને એક જવાન ઘાયલ થયા છે.
આ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનનું નામ નઝીર અહમદ છે. જ્યારે આતંકીઓના ગોળીબારમાં ઘાયલ થયેલા જવાનનું નામ જહૂર અહમદ છે. એક સ્થાનિક કૃષ્ણ કૌલ પણ આ હુમલામાં ઘાયલ થવાના અહેવાલ છે. બંને ઘાયલોને સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા છે. જો કે હજી સુધી માહિતી મળી નથી કે કેટલા આતંકીઓ હતા. આતંકી પોલીસ પાસેથી હથિયાર લૂંટવાના ઈરાદેથી આવ્યા હતા.
આ પહેલા 18 ઓક્ટોબરે ઉરી અને આ અઠવાડિયે બારામૂલામાં સેના અને બીએસએફના કેંપ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ઉરી હુમલાના આતંકીઓતો માર્યા ગયા પણ બારામૂલાના આતંકીઓ ફરાર છે. જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા બળોના કેંપો પર હુમલો થઈ રહેલા હુમલા બાદ શ્રીનગરના આર્મી કેંપોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement