શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 10 જવાન ઘાયલ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપ સરકારના પતન બાદ પણ આતંકવાદીઓની ગતિવિધિઓમાં કોઇ જ ઘટાડો થયો નથી. પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે, જેમાં સીઆરપીએફના 4 જવાન સહિત સુરક્ષાદળના 10 જવાન ઘાયલ થઈ ગયા છે.
આતંકી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દીને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં ગ્રેનેડ હુમલાની જવાબદારી લીધી છે. હુમલા બાદ આતંકીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યું. સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને પણ ઘેરી લીધેલ છે. સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે.
જમ્મુ અને કાશ્મીર સરકારે આ વર્ષે 28 જૂને યોજાનારા બાબા ચામિલીયાલ મેળાને પણ રદ્દ કરી દીધો છે. આ મેળો જમ્મુના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં અતંરરાષ્ટ્રીય સરહદ પાસે યોજાવાનો હતો.
જણાવી દઇએ કે આ અગાઉ જમ્મુ-કશ્મીરનાં અનંતનાગમાં પણ સુરક્ષાબળોએ અથડામણમાં 4 આતંકીઓને ઠાર કરી દીધાં હતાં. માર્યા ગયેલા આતંકીઓમાં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ-કશ્મીરનાં ગેંગસ્ટર પણ શામેલ છે. આ અથડામણમાં પોલીસનો એક જવાન પણ શહીદ થઇ ગયેલ છે. ત્યાં બીજી બાજુ એક વરિષ્ઠ પોલીસ અધિકારીનાં કહેવા મુજબ એક સામાન્ય નાગરિકનું પણ મોત થઇ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
સુરત
Advertisement