શોધખોળ કરો

Amit Shah : દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને અમિત શાહનો ગર્ભિત ઈશારો

અમિત શાહે એક સમિટમાં દાવો કર્યો હતો કે, બંધારણ સભાની પ્રતિબદ્ધતાને સમયની સાથે ભૂલાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં નથી.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બરાબર જામી છે. આ ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જોકે તેમણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની પણ ભલામણ કરી હતી.  

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ ચર્ચા અને ચર્ચા પછી. તેમણે કહ્યું હતું કે, ભાજપે જનસંઘના સમયથી દેશની જનતાને આ વચન આપ્યું છે. માત્ર ભાજપ જ નહીં, બંધારણ સભાએ પણ સંસદ અને રાજ્યોને યોગ્ય સમયે UCC લાવવાની સલાહ આપી હતી. કારણ કે, કોઈ પણ ધર્મનિરપેક્ષ દેશ માટેના કાયદા ધર્મ પર આધારિત ન હોવા જોઈએ. જો દેશ અને રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો કાયદા ધર્મ આધારિત કેવી રીતે હોઈ શકે? જેથી દરેક માટે સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદો હોવા જોઈએ.

"લોકશાહીમાં ચર્ચા અનિવાર્ય : શાહ

અમિત શાહે એક સમિટમાં દાવો કર્યો હતો કે, બંધારણ સભાની પ્રતિબદ્ધતાને સમયની સાથે ભૂલાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં નથી. લોકશાહીમાં ચર્ચા જરૂરી છે. તેથી આ મુદ્દે પણ ખુલ્લી અને સ્વસ્થ ચર્ચાની જરૂર છે.

"સમાન નાગરિક સંહિતા લાવવા માટે ભાજપ પ્રતિબદ્ધ"

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ભાજપ શાસિત ત્રણ રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી છે, જ્યાં વિવિધ ધર્મના લોકો તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ કવાયત બાદ જે ભલામણો આવશે તેના આધારે અમે કાર્યવાહી કરીશું. તમામ લોકતાંત્રિક ચર્ચાઓ પૂરી થયા બાદ ભાજપ સમાન નાગરિક સંહિતા લાવવા માટે પ્રતિબદ્ધ છે.

શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ તેમની સૌથી મોટી સફળતા છે એમ પુછવામાં આવતા ગૃહમંત્રી શાહેએ કહ્યું હતું કે, કોઈપણ સફળતા તેમની વ્યક્તિગત સફળતા નથી કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રી છે અને દરેક સફળતા સરકારની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ઘણા વર્ષોથી એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે, કલમ 370ના કારણે જ જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ હતો. હવે ન તો કલમ 370 છે અને ન તો કલમ 35A, છતાં જમ્મુ-કાશ્મીર ભારતની સાથે જ છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget