દેશમાં બર્ડ ફ્લૂથી પ્રથમ મોત, 11 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ
બે જુલાઈએ 11 વર્ષીય બાળકને એઈમ્સમાં સારવાર માટે દાખલ કરાયું. જે બાદ બાળકમાં એવિયન સંક્રમણ હોવાનું સામે આવ્યું.
કોરોનાના સંક્રમણ વચ્ચે દેશમાં બર્ડ ફ્લૂથી પ્રથમ મોતનો કેસ સામે આવ્યો છે. દિલ્લી એઈમ્સમાં 11 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તપાસમાં એવિયન ઈન્ફ્લૂએન્ઝાના સંક્રમણની પુષ્ટી થઈ છે. બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થતા તેના સંપર્કમાં આવેલ હૉસ્પિટલના તમામ કર્મચારીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે બે જુલાઈએ 11 વર્ષીય બાળકને એઈમ્સમાં સારવાર માટે દાખલ કરાયું. જે બાદ બાળકમાં એવિયન સંક્રમણ હોવાનું સામે આવ્યું. સુત્રોની માહિતી પ્રમાણે બાળક હરિયાણા હતું. જ્યાં પણ એક ટીમને પણ મોકલવામાં આવી છે.
શુ હોય છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ એક વાયરલ ઈંફેક્શન છે જેને એવિયન ઈન્ફ્લૂએંજા (Avian Influenza) પણ કહે છે.
આ એક પક્ષીથી બીજા પક્ષીમાં ફેલાય છે. બર્ડ ફ્લૂનો સૌથી જીવલેણ સ્ટ્રેન H5N1 હોય છે.
H5N1 વાયરસથી સંક્રમિત પક્ષીઓનુ મોત પણ થઈ શકે છે.
આ વાયરસ સંક્રમિત પક્ષીઓથી અન્ય જાનવર અને માણસોમાં પણ ફેલાય શકે છે અને માણસ માટે પણ આ વાયરસ એટલો જ ખતરનાક છે.
માણસોમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ 1997 માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે, તેના પ્રકોપનુ કારણ પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓમાં સંક્રમણ બતાવાયુ હતુ. 1997 માં બર્ડ ફ્લૂથી સંક્રમિત થયેલા લોકોમાંથી લગભગ 60 ટકા લોકો મૃત્યુ પામ્યા હતા. આ રોગ ચેપગ્રસ્ત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોંની લાળ અથવા આંખોમાંથી પાણી નીકળવાના સંપર્કમાં આવવાથી થાય છે.
બર્ડ ફ્લૂના લક્ષણ
બર્ડ ફ્લૂના કારણે તમને કફ ઝાડા, તાવ, શ્વસન સંબંધી સમસ્યાઓ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુ:ખાવો, ગળામાં દુ:ખાવો, નાક વહેવુ અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને લાગે કે તમે બર્ડ ફ્લૂની ચપેટમાં છો, તો પછી કોઈ બીજાના સંપર્કમાં આવતાં પહેલાં ડોક્ટરને બતાવો.
બર્ડ ફ્લૂની સારવાર
જુદા જુદા પ્રકારના બર્ડ ફ્લૂનો જુદી જુદી રીતે ઉપચાર કરવામાં આવે છે પરંતુ મોટાભાગના કેસોમાં તેની સારવાર એન્ટિવાયરલ દવાઓથી કરવામાં આવે છે. લક્ષણો દર્શાવ્યાના 48 કલાકની અંદર દવાઓ લેવી જરૂરી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ ઉપરાંત તેના સંપર્કમાં આવેલા ઘરના અન્ય સભ્યોને પણ આ રોગ લેવાની સૂચના આપવામાં આવે છે ભલે તેમની અંદર રોગના લક્ષણો ન હોય તો પણ.