દેશમાં કોરોના રિઇન્ફેક્શનનો મોટો ખતરો કેટલા ટકા દર્દી કોરોના મટ્યા પછી ફરી કોરોનાનો ભોગ બન્યા
હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેલ ચાલી રહી છે. રવિવારે દેશમાં પ્રથમ વખત કોરોનાને એક જ દિવસમાં એક લાખ કરતાં વધારે કેસ સામે આવ્યા હતા.
જો તમે એવું માનો છો કો એક વખત કોરોના વાયરસનો ચેપ લાગી ગયા બાદ તમે ફરીથી કોરોનાનો ચેપ નહીં લાગે તો તે ભૂલ ભરેલું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો દાવો છે કે ભારતમાં કોરોના વાયરસ રિઇન્ફેક્શનના 4.5 ટકા કેસ સામે આવ્યા છે. એટલે કે 100માંથી અંદાજે 4.5 લોકો એવા છે જેને એક વખત કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો છે.
હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેલ ચાલી રહી છે. રવિવારે દેશમાં પ્રથમ વખત કોરોનાને એક જ દિવસમાં એક લાખ કરતાં વધારે કેસ સામે આવ્યા હતા. એવામાં જો વાયરસ ફીતી ઇન્ફેક્ટ કરે તો સ્થિતિ વધારે બગડી શકે છે. જાણો શું રિઇન્ફેક્શન અને કઈ રીતે ફીતી ઇન્ફેક્ટ કરી શકે છે.
કોરોના રિઈન્ફેક્શન શું છે?
ICMRનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય છે અને 102 દિવસમાં નેગેટિવ થઈને ફરી પોઝિટિવ થાય છે તો તેને રિઈન્ફેક્શન માનવામાં આવશે. ICMRના વિજ્ઞાનીઓની ટીમે 1300 લોકોના કેસોની તપાસ કરી, જે બે વખત કોરોના પોઝિટિવ જોવા મળ્યા. રિસર્ચર્સને ખ્યાલ આવ્યો કે 1300માંથી 58 કેસ એટલે કે 4.5ને રિઈન્ફેક્શન કહી શકાય છે.
મુંબઈની જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કન્સલ્ટન્ટ જનરલ મેડિસીન ડો. રોહન સિકોઈયાનું કહેવું છે કે કોરોના નેગેટિવ થયા પછી પણ ઘણીવાર વાયરસની થોડી ઘણી માત્રા શરીરમાં રહી જાય છે. તેને પરસિસ્ટન્ટ વાયરસ શેડિંગ કહે છે. આ વાયરસ ઓછી માત્રામાં હોય તેનાથી કોઈ લક્ષણો જોવા ન મળે અને બીજાને ઇનફેક્ટ પણ ન કરી શકે પરંતુ ટેસ્ટમાં પોઝિટિવ નીકળી શકે છે. એવામાં જિનોમ એનેલિસિસ પછી જ કહી શકાય કે રિઈન્ફેક્શન થયું છે કે નહીં.
ડો. સિકોઈયાના અનુસાર જો બે પોઝિટિવ રિપોર્ટ્સ વચ્ચે એક નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તો પણ આપણે તેને પ્રોવિઝિનલ કેસ ઓફ રિઈન્ફેક્શન કહી શકીએ છીએ. જ્યાં સુધી જિનોમ એનેલિસિસ ન થઈ જાય, ત્યાં સુધી આપણે રિઈન્ફેક્શનને સમર્થન ન આપી શકીએ.
કયા કારણોસર થઈ શકે છે રિઈન્ફેક્શન?
કોરોના વાયરસમાં મ્યુટેશનને કારણે રિઇન્ફેક્શન થઈ શકે છે. એવામાં જો કોઈ વ્યક્તિ અગાઉ પોઝિટિવ થઈને નેગેટિવ થયો હતો તે નવા સ્ટ્રેનથી ઈન્ફેક્ટ થઈ શકે છે. તેની આશંકાથી ઈનકાર કરી ન શકાય.
ભારત સરકારના અનુસાર, મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વાયરસ પણ મળ્યો હતો. વાયરસમાં બે જગ્યાએ મોટા ફેરફાર થયા. તેના ઉપરાંત 18 રાજ્યોમાં વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન (VOC) મળ્યા હતા. જે રિઈન્ફેક્ટનું કારણ બની શકે છે. હોંગકોંગમાં સામે આવેલા રિઈન્ફેક્શન કેસમાં પણ મ્યુટેશન અને નવા સ્ટ્રેનને જવાબદાર ગણાવાયા હતા.
નિષ્ણાંતોનું કહેવું છે કે, ICMRના અભ્યાસમાં ઓક્ટોબર-2020 સુધીનો જ ડેટા લેવામાં આવ્યો છે પરંતુ ભારતમાં હજુ કોરોનાની બીજી લહેર વધી રહી છે. એવામાં આશંકા છે કે આ આંકડા વધી પણ શકે છે. અન્ય દેશોના અભ્યાસમાં કોરોનાથી ફરી સંક્રમિત થનારા લોકોનો દર 1 ટકા રહ્યો છે પરંતુ ભારતમાં આ 4.5 % છે. આ પણ ચિંતાનો વિષય છે.