The Kerala Story: પશ્વિમ બંગાળમાં The Kerala Story ને લઇને બબાલ, ભાજપે પ્રતિબંધ છતાં કર્યું ફિલ્મનું સ્ક્રીનિંગ
ભાજપે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરીને નવો વિવાદ ઉભો કર્યો છે
The Kerala Story Controversy: ફિલ્મ ' The Kerala Story ' હજુ પણ વિવાદમાં છે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં ભાજપે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. આ સ્ક્રીનિંગનું આયોજન બીજેપીના બરુઈપુર જિલ્લા કાર્યાલયમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના ઉત્તર 24 પરગણા જિલ્લા અધ્યક્ષ ફાલ્ગુની પાત્રા પાર્ટીની મહિલા પાંખના કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા.
ફાલ્ગુની પાત્રાએ ફિલ્મ જોયા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે ફિલ્મ પર રાજ્યવ્યાપી પ્રતિબંધને પગલે પ્રાઈવેટ સ્ક્રીનીંગનો વિકલ્પ પસંદ કર્યો હતો. અમે જાગૃતિ અને તકેદારી ફેલાવવા માટે માત્ર ઓફિસની અંદર જ તેનું સ્ક્રીનીંગ કર્યું હતું. અમારો ઈરાદો કોઈને નારાજ કરવાનો ન હતો.
'ખાનગીમાં જોઇ શકીએ છીએ ફિલ્મ'
પાત્રાએ કહ્યું કે તેમણે પહેલા કાયદા વિશે જાણકારી મેળવી હતી. લોકો તેને ખાનગી રીતે જોઈ શકે છે. આ ફિલ્મનું ઓનલાઈન પ્રસારણ થઈ રહ્યું છે. ઘણા લોકોએ તેમને અલગ-અલગ વેબસાઈટ પરથી ફિલ્મ ડાઉનલોડ કરવા માટે લિંક મોકલી છે. પ્રતિબંધને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે આ વેબસાઇટ્સ પર પહેલા પ્રતિબંધ મૂકવો જોઈએ.
ટીએમસીના વરિષ્ઠ નેતા શશિ પાંજાએ કહ્યું કે બધાએ સમજવું પડશે કે 'ધ કેરળ સ્ટોરી' પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભાજપનો એજન્ડા ધર્મ, જાતિ અને ધ્રુવીકરણની રાજનીતિના આધારે વિભાજનને પ્રોત્સાહન આપવાનો છે. તેમની સમજ માત્ર મમતા બેનર્જીની વાતને નકારી કાઢવાની છે.
તમિલનાડુમાં મલ્ટિપ્લેક્સ સ્ક્રીનિંગ પર પ્રતિબંધ
પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તમિલનાડુમાં મલ્ટીપ્લેક્સે ફિલ્મ ન બતાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા ભાજપ શાસિત રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરી દીધી છે. સુદીપ્તો સેનની ફિલ્મ ' The Kerala Story ' માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેરળની મહિલાઓને ફસાવીને ઇસ્લામ સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવી હતી. અને બાદમાં તેને આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ (IS) માટે લડવા માટે સીરિયા મોકલવામાં આવી હતી.
The Kerala Storyની ટીમ CM યોગી સાથે કરશે મુલાકાત, સીએમ કેબિનેટ સાથે જોશે ફિલ્મ
The Kerala Story: ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કર્યા બાદ યુપીમાં પણ તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. જે બાદ હવે ફિલ્મની ટીમ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળવા જઈ રહી છે. આ મીટિંગમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ સીએમ યોગીનો આભાર માનવા ઉપરાંત ફિલ્મના મેકર્સ ફિલ્મની સ્ટોરી પર પણ ચર્ચા કરશે.
ટેક્સ ફ્રી કરીને ફિલ્મને આપ્યો ટેકો
કેરલા સ્ટોરીનો કેટલાક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે તો કેટલાક રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી બનાવીને સમર્થન આપવામાં આવી રહ્યું છે. જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ તમિલનાડુના થિયેટર માલિકોએ ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરીને ટેકો આપ્યો છે