શોધખોળ કરો

Weather Forecast Today: હવામાન વિભાગે દેશના આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  હવામાનની પેટર્નમાં ફેરફારના સંકેત આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.

નવી દિલ્હી:  ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  હવામાનની પેટર્નમાં ફેરફારના સંકેત આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસી  શકે છે.

દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ બાદ અનેક રાજ્યો પૂરની ઝપેટમાં આવી ગયા છે. નદીઓ બે કાંઠે થઈ છે અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. દેશના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ ચાલુ છે. જેના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા દિવસો સુધી વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. IMDએ જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરની આસપાસ, ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.

ઓડિશામાં 24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26 સપ્ટેમ્બર સુધી સમાન હવામાનની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં  વરસાદ વરસી શકે છે. સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 26 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે.

આગામી સપ્તાહે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીની આગાહીમાં રાજસ્થાનના પૂર્વીય ભાગોમાં વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સપ્તાહમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજસ્થાનમાં હવામાન વિભાગ આગામી બે અઠવાડિયામાં વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા વ્યક્ત કરી છે.  જ્યારે પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો સૂકા રહી શકે છે, જ્યારે ભરતપુર, જયપુર, અજમેર, ઉદયપુર, બિકાનેર અને કોટા વિભાગના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં વરસાદ થવાની સંભાવના છે. પૂર્વ રાજસ્થાનમાં 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની ગતિવિધિમાં વધારો થવાની ધારણા છે, જ્યાં કેટલાક સ્થળોએ સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગનો અંદાજ છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન દિલ્હી NCRમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમથી રહેશે. આ સમયગાળા દરમિયાન, દિલ્હીવાસીઓ અવારનવાર હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું આકાશ જોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બર પછી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

હિમાચલ પ્રદેશ માટે સ્થાનિક હવામાન અપડેટ અનુસાર, 25-26 સપ્ટેમ્બર માટે વાવાઝોડા અને  'યલો' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની સિઝનમાં 19 ટકા ઓછો વરસાદ થયો છે. 

Weather Update: 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Embed widget