શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ જતાં ખતરો વધ્યો ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરાયેલી સ્પષ્ટતા પ્રમાણે, આ વાત ખોટી છે તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સામુદાયિક સંક્રમણ શરૂ થઈ ગયું છે અને લોકો એકબીજાના સંપર્કમાં આવવાના કારણે કોરોનાનો ભોગ બની રહ્યા છે એવા સમાચાર કેટલાક મીડિયામાં પ્રસિધ્ધ થયા હતા. મોદી સરકારે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. મોદી સરકારનો દાવો છે કે, વાસ્તવિકતા એ છે કે દેશમાં સામુદાયિક સંક્રમણ શરૂ થયાની વાત સાચી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરાયેલી સ્પષ્ટતા પ્રમાણે, આ વાત ખોટી છે તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કહેવાયું છે કે, દેશમાં કોવિડ 19નું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું હોવાથી હવે પછીના તબક્કામાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસો નોંધાશે. આ અહેવાલમાં જણાવાયું હતું કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન હોસ્પિટલના બોર્ડ ઓફ ઈન્ડિયા ચેરમેન ડો. વી.કે. મોંઘાએ એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ગુજરાત
Advertisement