દેશમાં કોરોનાની બીજી લહેરનો ખતરો, 85 દિવસ બાદ દૈનિક સૌથી વધુ કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 26 હજાર 291 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ પાંચ રાજ્યમાં છે.
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે તબીબી નિષ્ણાંતોએ ભારતમાં કોરોનાની બીજી લહેરની આશંકા વ્યકત કરી છે. ત્રણ મહિના બાદ દેશમાં કોરોનાના નવા 26 હજાર 291 કેસ નોંધાયા છે. 85 દિવસના દૈનિક કેસોમાં આ સૌથી મોટો ઉછાળો છે. નવા નોંધાયેલા કેસો પૈકી 78 ટકા કેસો માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને તામિલનાડુના છે. આ છ રાજ્યમાં કોરોનાના દૈનિક 400થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 26 હજાર 291 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ પાંચ રાજ્યમાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ છે. આ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયાલેા નવા કેસોમાં 85.22 ટકા કેસ આ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં 16 હજાર 620 નવા કેસ સામે આવ્યા છે, જે 24 કલાકમાં નોંધાયેલા કેસના 63.21 ટકા છે. બાદમાં કેરલમાં 1792, પંજાબમાં 1492, કર્ણાટકમાં 934, ગુજરાતમાં 810 અને તમિલનાડુમાં 759 નવા કેસ નોંધાયા છે.
ભારતમાં 2 લાખ 19 હજાર 262 એક્ટિવ કેસ છે, જે કુલ સંક્રમિત કેસના 1.93 ટકા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમાં ભારતના કુલ સક્રિય કેસના 77 ટકા છે. દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી 58 ટકાથી વધુ એકલા મહારાષ્ટ્રમાં છે.
છેલ્લા 24 કલાકમાં 118 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોતમાંથી 82.20 ટકા 6 રાજ્યોમાં છે. આ રાજ્ય છે, મહરાષ્ટ્ર, પંજાબ,કેરલ, તમિલનાડુ, છત્તીસગઢ અન પશ્ચિમ બંગાળ. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 50 લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે.
બીજી તરફ ભારતમાં ઝડપથી કોરોના રસીકરણ થઈ રહ્યું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડા મુજબ આજે સવારે 7 વાગ્યા સુધીમાં 2 કરોડ 13 લાખ 8 હજાર 38 રસીકરણ કરવામાં આવ્યું છે.