શોધખોળ કરો
Advertisement
વિજય રૂપાણી સરકારે રાજ્યના હજારો શિક્ષકોને રાહત આપવા લીધો મોટો નિર્ણય, જાણો વિગત
કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે પણ શિક્ષકો સહિતના સ્ટાફે તો સ્કૂલમાં જવાનું હોય છે.
ગાંધીનગરઃ ગુજારતની વિજય રૂપાણી સરકારે રાજ્યના હજારો શિક્ષકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સ્કૂલોમાં આગામી 29 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેના કારણે લાંબા સમયથી વિદ્યાર્થીઓ વિના જ સ્કૂલે આવતા શિક્ષકો તથા અન્ય સ્ટાફને ભારે રાહત થશે. આ દિવાળી વેકેશન 18 નવેમ્બરના રોજ પૂરું થશે અને 19 નવેમ્બરથી સ્કૂલો ફરી શરૂ થશે. થશે.
કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે પણ શિક્ષકો સહિતના સ્ટાફે તો સ્કૂલમાં જવાનું હોય છે. શિક્ષકોના સંઘ દ્વારા શિક્ષકો માટે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરવાની માગ કરાઈ હતી. તેને અનલક્ષીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડ દ્વારા કરવામાં આવેલા દિવાળી વેકેશનના પરિપત્ર પ્રમાણે શિક્ષકો માટે 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. સ્કૂલોનું વેકેશન સમાપ્ત થયા પછી પહેલી વાર લાભ પાંચમના દિવસે સ્કૂલ ખૂલશે. આ પરિપત્ર પ્રમાણે દિવાળી પહેલાં 17 દિવસોનું વેકેશન રહેશે જ્યારે દિવાળી બાદ માત્ર ચાર દિવસનું વેકેશન બાકી રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement