શોધખોળ કરો

Explained: જાણો હજું દેશના કયાં ક્યાં રાજયોમાં લોકડાઉન યથાવત છે, દિલ્લી સહિતના રાજ્યોમાં શું અપાઇ છૂટછાટ

હજું પણ દેશના એવા ઘણા રાજ્યો છે, જ્યાં હજું પણ લોકડાઉન અમલમાં છે અથવા લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. .

Lockdown in States:હવે દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર અંતના આરે છે. સતત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે.  દેશના ઘણા રાજ્યોએ લોકડાઉનમાં  ધીરે ધીરે રાહત આપવાની શરૂઆત કરી દીધી છે. તેમ છતાં દેશના એવા ઘણા રાજ્યો છે કે જ્યાં હજી લોકડાઉન અમલમાં છે અથવા લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.   રાજધાની દિલ્હીથી મધ્યપ્રદેશ અને તમિલનાડુ-કર્ણાટક સુધીના રાજ્યોમાં  લોકડાઉનમાં કેટલી છૂટછાટ અપાઇ છે જાણીએ.

દિલ્લી
દિલ્હીના સ્પોર્ટ્સ ક્લબ અને સ્ટેડિયમને આજથી અનલોક -6 માં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ દર્શકો વગર. જોકે, લાંબા સમયથી લોકડાઉનથી છૂટકારો મેળવવા માટે રાહ જોઈ રહેલા સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સને આ વખતે પણ રાહત મળી નથી. 50% બેઠક ક્ષમતા સાથે બાર ખુલ્લા રહેશે. સમય મર્યાદા બપોરે 12 થી રાતના 10 વાગ્યા સુધી જ રહેશે. જ્યારે બજારો, માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ્સ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં કેસમાં ઘટાડો થતાં છૂટછાટ અપાઇ છે. અહીં રવિરવારનો દિવસનો કર્ફ્યૂ હટાવી દેવાયો છે.  રાજ્યમાં સિનેમા, મલ્ટીપ્લેક્સ, કોચિંગ સેન્ટર, કોલેજ જેવા સ્થળોએ માત્ર રસીનાં બંને ડોઝ મેળવનાર વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. જો કે હજું પણ સાર્વેજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ છે. 

હરિયાણા
હરિયાણા સરકારે રાજ્યમાં  લોકડાઉનને એક સપ્તાહમાં 12 જુલાઇ સુધી વધાર્યું છે. જો કે, આ સમયગાળા દરમિયાન થોડી છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે કોવિડ લોકડાઉનને 'રોગચાળો ચેતવણી-સલામત હરિયાણા' નામ આપ્યું છે. મોલ્સ,  રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો, ઓફિસ,, લગ્ન સમારોહ, અંતિમ સંસ્કાર અને અન્ય મેળાવડા હાલની છૂટછાટો મુજબ કાર્યરત રહેશે. સ્વિમિંગ પૂલ અને સ્પા બંધ રહેશે.

તમિલનાડુ
તમિળનાડુ સરકારે કહ્યું હતું કે, આંતરરાજ્યની સરકારી બસ સેવાઓ, સામાજિક, રાજકીય, મનોરંજન, સાંસ્કૃતિક અને રમતગમતને લગતા મેળાવડા અને શાળાઓ,  કોલેજો, સિનેમાઘરો, બાર, સ્વિમિંગ પુલ અને પ્રાણી સંગ્રહાલય  ફરીથી  12 જુલાઈથી  રોજ સવારે 6 વાગ્યે ખૂલશે. લગ્નમાં  મહત્તમ 50 લોકોને  અને અંતિમવિધિમાં 20 લોકોને મંજૂરી આપવામાં આવશે.

કર્ણાટક 
શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે., ધાર્મિક સ્થળો ખૂલ્લા રહેશે.સિનેમા ઘર, પબ બંધ રહેશે, ઉપરાંત રાજકિય, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યા અને અન્ય સભા પર પ્રતિંબધ લગાવી દેવાયો છે. અંતિમ સંસ્કારમાં 20 લોકોને એકઠા થવાની મંજૂરી અપાઇ છે.

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં સરકારે 15 જુલાઇ સુધી પ્રતિબંધો લંબાવ્યાં છે. જો કે પ્રતિબંધોમાં જરૂરી સેવામાં કેટલીક છૂટછાટ અપાઇ છે. 

પંજાબ
પંજાબ સરકારે  1 જુલાઇથી જ 50 ટકા ક્ષમતા ધરાવતા બાર પબ અને સરાયને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. તેમજ અન્ય જરૂરી સેવાના પ્રતિબંધોમાં પણ છૂટછાટ અપાઇ છે. 
ઓડિશા
ઓડિશા સરકારે 16 જુલાઇ સવારે 5 વાગ્યે રાજ્યમાં આંશિક તાળાબંધીને 15 જુલાઇ સુધી વધારી દીધી છે. હાલના પ્રતિબંધો ગુરૂવાર સવારે પાંચ વાગ્યે સમાપ્ત થશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget