શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનઃ ઝુંઝુનુમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ, 350 ડોક્ટરની ટીમ મોકલવામાં આવી
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં 166 કેસ સામે આવી ચૂક્યા છે.
જયપુરઃ રાજસ્થાનના ઝુંઝુનુથી કોરોના વાયરસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઝુંઝુનુમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે 350 ડોક્ટરોની ટીમને તરત જ ઝુંઝુનુ રવાના કરવામાં આવી છે. આ ટીમ આ વિસ્તારમાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં સ્ક્રીનિંગ કરશે. તેની સાથે જ ઝુંઝુનુમાં હાલમાં બસોને રોકવામાં આવી છે. અત્યાર સુધી રાજસ્થાનમાં કોરોનાના સાત કેસ સામે આવ્યા છે જેમાંથી ત્રણ ઠીક થઈ ગયા છે.
ભારતમાં કોરોના દર્દીની સંખ્યા 166 થઈ
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં 166 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે વાયરસથી સંક્રમિત 24 લોકોને સાજા કરવામાં આવ્યા છે. દિલ્હીમાં સંક્રમિત 10 કેસ સામે આવ્યા છે. જેમાં એક વિદેશી સામેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિદેશી સહિત 17 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 45 કેસ પોઝિટિવ આવ્યા છે. કેરળમાં 27, કર્ણાટકમાં 14, લદ્દાખમાં 8, હરિયાણામાં 17, પશ્ચિમ બંગાળમાં 1, પુડ્ડુચેરીમાં 1 અને ચંદીગઢમાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
અત્યાર સુધી ત્રણના મોત થયા?
કોરોના વાયરસ સંક્રમણથી અત્યાર સુધી દેશમાં ત્રણ મોતથયા છે. ગઈકાલે મુંબઈમાં 64 વર્ષની વ્યક્તિનું મોત થયું હતું જે દુબઈથી પરત ફર્યા હતા. આ પહેલા 13 માર્ચના રોજ કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષની વ્યક્તિનું મોત થું છે જે સઉદી અરબથી પરત ફર્યા હતા. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત દિલ્હીની 68 વર્ષીય મહિલાનું 17 માર્ચના રોજ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું હતું.
કોરોનાની વચ્ચે અલાહબાદ હાઈકોર્ટ આજથી ત્રણ દિવસ માટે બંધ
19, 20 અને 21 માર્ચના રોજ અલાહબાદ હાઈકોર્ટ અને લખનઉ બેચ બંધ રહેશે. આ ત્રણ દિવસમાં હાઈકોર્ટમાં કેસની સુનાવણી થશે નહીં. હાઈકોર્ટ સાફ સફાઈ અને સેનિટાઈઝેન માટે બંધ કરવમાં આવી છે. આ ત્રણ દિવસના બદલે 1 જૂન, 2 જૂન અને 4 એપ્રિલને હાઈકોર્ટમાં કામકાજ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion