શોધખોળ કરો
Advertisement
J-K: કુલગામમાં સૈન્યનું ઓપરેશન, સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઠાર
કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના લારલૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી બાદમાં આ વિસ્તારને ઘેરાબંદી કરવામાં આવી હતી અને તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતા જવાનોએ પર વળતો જવાબ આપ્યો હતો અને ત્રણ આતંકીને ઠાર માર્યો હતો.
કુલગામના ડીજીપીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. તેમની ઓળખ કરવામા આવી રહી છે. આ ગોળીબારમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. આ અગાઉ શુક્રવારે સુરક્ષા દળોએ પાંચ આતંકીને ઠાર માર્યા હતા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
ગુજરાત
બિઝનેસ
Advertisement