શોધખોળ કરો
Advertisement
કઈ અભિનેત્રી પતિ સાથે હનીમૂન મનાવવા દરિયા કિનારે પહોંચી? નામ જાણીને ચોંકી જશો
લગ્નનાં બે મહિના બાદ નુસરત જહાં હાલમાં હનીમૂન મનાવવા પહોંચી છે અને તેની સુંદર તસવીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નુસરત જહાં આ તસવીરોમાં વેસ્ટર્ન આઉટફિટ અને સ્ટાઈલિશ જોવા મળી હતી
નવી દિલ્હી: બંગાળી અભિનેત્રીથી TMC સાંસદ બંનેલી નુસરત જહાં રાજકારણમાં પગલાં પાડ્યા બાદથી ચર્ચામાં છે. પહેલા જ દિવસે તેનાં સેથામાં સિંદુર અને ગળામાં મંગળસુત્રને કારણે તે ચર્ચામાં આવી હતી અને હવે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે.
લગ્નનાં બે મહિના બાદ નુસરત જહાં હાલમાં હનીમૂન મનાવવા પહોંચી છે અને તેની સુંદર તસવીરો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નુસરત જહાં આ તસવીરોમાં વેસ્ટર્ન આઉટફિટ અને સ્ટાઈલિશ જોવા મળી હતી. જોકે તેણે તે વાતનો ખુલાસો કર્યો નથી કે, તે ક્યાં હનીમુન મનાવવા પહોંચી છે.
નુસરતે તેની હનીમૂનની તસવીરો શેર કરતાં લખ્યું છે કે, ખુબ જ સુંદર અનુભવ છે જ્યારે તમારું માથું વાદળોની વચ્ચે હોય અને તમને ખબર હોય કે તમે ક્યાં છો... સ્વર્ગ જેવી જગ્યા... સુંદ પળ, એક મેકનો સાથ... સમયનો સ્પાર્ક બધું જ છે...! આ તસવીરોમાં તેણે પતિ નિખિલ જૈનનું નામ લખીને તેને ક્રેડિટ આપી છે.
નુસરતની તે તસવીર પર તેને ખુબ બધી કમેન્ટ્સ આવી છે. જ્યારે કેટલાંકે તેને સંસદનાં કામની યાદ અપાવી છે. જોકે, હાલમાં નુસરત તેની રજાઓ માણી રહી છે.
નોંધનીય છે કે, નુસરત જહાં 19 જૂનનાં કોલકાત્તાનાં જાણીતા બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. લગ્ન બાદ જ તે લાલ ચૂડો, સેથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે જોવા મળી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement