(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલના ભાવ ઘટાડવા CM યોગી ખેલશે મોટો દાવ, જાણો શું કરી શકે છે જાહેરાત?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે. પેટ્રોલ-ડિઝલ પર લાગતા વેટને લઈને આ બેઠક બોલાવી છે.બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને ચર્ચા થશે.
નવી દિલ્લીઃ આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે. પેટ્રોલ-ડિઝલ પર લાગતા વેટને લઈને આ બેઠક બોલાવી છે. આજે સાંજે 5.30 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળવાની છે. બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને ચર્ચા થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ પર સરકાર મોટી રાહત આપી શકે છે.
દિવાળીના તહેવાર નજીક છે. ત્યારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ સતત ભાવ વધારો થતા સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે પેટ્રોલમાં આજે ફરીથી પ્રતિ લિટરે 33 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. મધ્યપ્રદેશમાં તો પેટ્રોલના પ્રતિ લિટરે 120 રૂપિયાને પાર થઈ ગયો છે.
રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટરે 104.88 રૂપિયા, જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે 104.53 રૂપિયા થઈ ગયા છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.10 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.75 રૂપિયા પર પહોંચી છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.64 રૂપિયા, અને ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.31 રૂપિયા પર પહોંચી છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.54 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.19 રૂપિયા પર પહોંચી છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.82 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.47 રૂપિયા પર પહોંચી છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.55 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.21 રૂપિયા પર પહોંચી છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.76 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.43 રૂપિયા પર પહોંચી છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.61 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.25 રૂપિયા પર પહોંચી છે.
અન્ય શહેરોની વાત કરીએ કે અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 105.70 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.36 રૂપિયા પર પહોંચી છે.
ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.17 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.82 રૂપિયા પર પહોંચી છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.39 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.03 રૂપિયા પર પહોંચી છે.
મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.95 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.61 રૂપિયા પર પહોંચી છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.02 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.68 રૂપિયા પર પહોંચી છે.
પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.92 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.59 રૂપિયા પર પહોંચી છે.
સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.96 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.60 રૂપિયા પર પહોંચી છે.
ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.36 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105 રૂપિયા પર પહોંચી છે.
આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.69 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.34 રૂપિયા પર પહોંચી છે.
પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.86 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.53 રૂપિયા પર પહોંચી છે.
પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.36 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.01 રૂપિયા પર પહોંચી છે.
હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.60 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.24 રૂપિયા પર પહોંચી છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.06 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.70 રૂપિયા પર પહોંચી છે.