શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં 24 કલાકમાં 134નાં મોત અને 3722 કેસ નોંધાયા, સંક્રમિતોની કુલ સંખ્યા 80 હજાર નજીક
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78,003 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 2500ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 78,000ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3722 નવા કેસ નોંધાયા છે અને 134 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78,003 પર પહોંચી છે. 2549 લોકોના મોત થયા છે અને 26,235 લોકો સાજા થઈ ગયા છે. હાલ 49,219 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 975, ગુજરાતમાં 566, મધ્યપ્રદેશમાં 232, દિલ્હીમાં 106, આંધ્રપ્રદેશમાં 47, આસામમાં 2, બિહારમાં 7, ચંદીગઢમાં 3, હરિયાણામાં 11, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 11, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 33, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 3, પુડ્ડુચેરીમાં 1, પંજાબમાં 32, રાજસ્થાનમાં 121, તમિલનાડુમાં 64, તેલંગાણામાં 33, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 83 અને પશ્ચિમ બંગાળમાં 207 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 25,922 પર પહોંચી છે. ગુજરાતમાં 9267, દિલ્હીમાં 7998, મધ્યપ્રદેશમાં 4173, રાજસ્થાનમાં 4328, તમિલનાડુમાં 9227, ઉત્તરપ્રદેશમાં 3729, આંધ્રપ્રદેશમાં 2137, પંજાબમાં 1924, તેલંગાણામાં 1367, પશ્ચિમ બંગાળમાં 2290 સંક્રમિતો નોંધાયા છે.Spike of 3722 #COVID19 cases & 134 deaths in the last 24 hours. Total positive cases in the country is now at 78003, including 49219 active cases, 26235 cured/discharged/migrated cases and 2549 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/I5gHX0iXEC
— ANI (@ANI) May 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement