શોધખોળ કરો
ટ્રેક્ટર રેલી અપડેટ:દિલ્લીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ, બબાલ બાદ સરકારનો નિર્ણય
કૃષિ કાયદાના વિરોધમાં યોજાયેલ ટ્રેક્ટર રેલી હંગામેગદાર બની ગઇ છે. રેલી દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ ગઇ છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો છે. સ્થિતિની ગંભીરતાને જોતા સરકારે દિલ્લીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

ટ્રેક્ટર રેલી અપડેટ:સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. સિઘું બોર્ડર,ગાજીપુર બોર્ડર,મુકરબા ચોક,નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે. આંદોલનકારીને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. સિંઘુ બોર્ડરથી નીકળેલો ખેડૂતનો જત્થો, રિંગરોડથી બુરાડી સુધી પહોંચ્યો. જો કે ત્યાંથી પ્રદર્શનકારી પરત ફરી રહ્યાં છે. લાલ કિલા પર પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઘૂસી ગયા છે. પોલીસ આંદોલનકારીને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતો બેરિકેડ તોડીને આગળ વઘતા સમગ્ર માહોલ તણાવૂપર્ણ બની ગયો છે. પોલીસ અને ખેડૂતોના ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. તો બીજી તરફ એક ટ્રેક્ટર પલ્ટી જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પૂર્વી અને ઉત્તર દિલ્લીથી મધ્યદિલ્લી તરફ જતાં રસ્તાને બંધ કરી દેવાયા છે. કોઇપણ વાહનને પ્રવેશ પર પ્રતિબંઘ લગાવાયો છે.
વધુ વાંચો





















