Trending: યુવકનો 12માં માળની રેલિંગથી લટકીને કસરત કરતો વીડિયો વાયરલ, લોકો જોઇને ચોંક્યા
વીડિયોને પુરો થતા પહેલા શખ્સ બાલકનીની અંદર પણ આવતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને લોકો ચોંકી ગયા છે.
![Trending: યુવકનો 12માં માળની રેલિંગથી લટકીને કસરત કરતો વીડિયો વાયરલ, લોકો જોઇને ચોંક્યા Trending Video: A man hanging from the railing of 12th floor and doing exercise Trending: યુવકનો 12માં માળની રેલિંગથી લટકીને કસરત કરતો વીડિયો વાયરલ, લોકો જોઇને ચોંક્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/19/db1cfcaf015566452fe49e7051c29af4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trending: સોશ્યલ મીડિયા પર એક શખ્સની એક્સરસાઇઝ કરવાનો વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આનુ કારણ વીડિયોમાં દેખાઇ રહેલો શખ્સ 12માં માળથી બહાર લટકીને એક્સરસાઇઝ કરવાનુ છે. વીડિયોને જોઇને લોકો દંગ રહી થઇ ગયા છે, અને બધા સવાલો કરી રહ્યાં છે કે આ શખ્સ આવુ કેમ કરી રહ્યો છે. જુઓ તમે પણ ખતરનાક વીડિયો........
ટ્વીટર પર વાયરલ થયો વીડિયો -
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો ફરિદાબાદના સેક્ટર 82 ગ્રેડુયરા સોસાયટીનો છે, જ્યાં એક શખ્સ 12મા માંળની બાલકનીની રેલિંગમાંથી બહાર નીકળીને એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. બિલ્ડિંગની સામે એક અન્ય બિલ્ડિંગમાંથી એક શખ્સે આનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે બાલકનીની રેલિંગના સહારે બેખૌફ ઉભો રહેલો આ શખ્સ એક્સરસાઇઝ કરી રહ્યો છે.
#Viral: Daredevil workout Video of a man exercising hanging from the balcony of the 12th floor surfaced, #Faridabad #viralvideo #video #Viralvdoz #Daredevilworkout #Workout #Daredevil #NCR pic.twitter.com/X4mXPQYICx
— ViralVdoz (@viralvdoz) February 14, 2022
વીડિયોને પુરો થતા પહેલા શખ્સ બાલકનીની અંદર પણ આવતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને લોકો ચોંકી ગયા છે. વીડિયો પર એક યૂઝરે કૉમેન્ટ કરીને કહ્યું કે, આ બહાદુર નથી બેવકુફી છે. બીજા એક યૂઝરે લખ્યું જો જરા પણ ચૂક થાય તો અહીં અનહોની થઇ જતી.
આ પણ વાંચો-
Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક
Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી
ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો
ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)