શોધખોળ કરો
Advertisement
MP: ટ્રક અને બસ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ડ્રાયવર સહિત 9 લોકોના મોત
પ્રધાન ટ્રાવેલ્સની બસ રીવાથી સીધી જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટના બાદ મુસાફરો ગભરાઈને ચીસો પાડવા લાગ્યા હતા.
રીવાઃ મધ્યપ્રદેશના રીવા સીધી માર્ગ પર આજે સવારે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. રીવાથી આશરે 30 કિલોમીટર દૂર ગુદ બાયપાસ પર બસ અને ટ્રક વચ્ચે ટક્ક થઈ હતી. જેમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 23 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી અનેકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ પ્રધાન ટ્રાવેલ્સની બસ રીવાથી સીધી જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટના બાદ મુસાફરો ગભરાઈને ચીસો પાડવા લાગ્યા હતા. જે બાદ અહીંથી પસાર થતાં લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. બસની પાછળનો દરવાજો ખોલીને મુસાફરોને બહાર નીકાળવામાં આવ્યા હતા.
બસમાં આશરે 60 મુસાફરો હતા. ઘાયલ મુસાફરોનું કહેવું છે કે ડ્રાઇવર બસને ઓવર સ્પીડમાં ચલાવતો હતો. આ દરમિયાન ગુડ બાયપાસ નજીક નિયંત્રણ ગુમાવી બેઠો અને રોડના કિનારે ઉભેલા ટ્રકના પાછળના હિસ્સામાં અથડાઈ હતી. જેના કારણે બસનો આગળનો હિસ્સો પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ડ્રાઇવર તથા આગળ બેઠેલા મુસાફરોના મોત થયા હતા. ટ્રકમાં ફસાયેલી બસને અલગ કરવા જેસીબીની મદદ લેવી પડી હતી.
IND vs WI: હૈદરાબાદમાં આવતીકાલે પ્રથમ T-20, જાણો કેવું રહેશે હવામાન દેશને રડાવી રહી છે ડુંગળીઃ 4 મહિનામાં 20થી 150 રૂપિયા સુધી પહોંચ્યો ભાવ, કોંગ્રેસનું આજે સંસદ ભવનમાં પ્રદર્શન હેલ્મેટ વગર શહેરમાં બાઇક ચલાવવાની રાજ્ય સરકારે છૂટ આપ્યા બાદ અમદાવાદના કમિશ્નરે લોકોને શું કરી અપીલ, જાણો વિગત#UPDATE: Superintendent of Police, Rewa: Death toll in the collision between a truck and a bus, has risen to nine. 23 people have been injured, and are undergoing treatment at a hospital. https://t.co/IvYaoVl5e9
— ANI (@ANI) December 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion