શોધખોળ કરો

કેંદ્ર સરકારનો Twitter સાથેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

કેન્દ્ર સરકાર અને સોશિયલ મિડિયા દિગ્ગજ ટ્વિટરની વચ્ચે જારી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કેંદ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમ લાગુ કરવા માટે અંતિમ ચેતવણી આપી છે. આઇટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કંપની ઝડપથી નવા નિયમ લાગુ કરે નહીં તો કંપનીએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે. 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સોશિયલ મિડિયા દિગ્ગજ ટ્વિટરની વચ્ચે જારી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કેંદ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમ લાગુ કરવા માટે અંતિમ ચેતવણી આપી છે. આઇટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કંપની ઝડપથી નવા નિયમ લાગુ કરે નહીં તો કંપનીએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે. 

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં આઇટીના ટોચના અધિકારીઓની સાથે ચોથી જૂને થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કહ્યું હતું કે ટ્વિટરને નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે છેવટે નોટિસ આપી છે. જો નિયમોનું પાલન નહીં થાય તો આઇટી એક્ટ 2000ની કલમ 79 હેઠળ રાહતને ખતમ કરવામાં આવશે અને ટ્વિટરને આઇટી એક્ટ હેઠળની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ટ્વિટર અને વોટ્સએપની પ્રાઈવેસી અને સોશિયલ પોલિસી ભારત અને યૂરોપીય દેશોમાં અલગ-અલગ છે. ભારતમાં એક તરફ આ કંપનીઓ પોતાના બનાવેલા નિયમો જ સર્વોપરિ માને છે. જ્યારે બીજી તરફ યૂરોપીય દેશોમાં સરકારોના હિસાબે પોતાને બદલી નાખે છે. ભારતમાં આ કંપનીઓને ઈન્ટરમીડિટિયરી કંપની તરીકે માન્યતા આપવામાં આવી છે, જે આઈટી એક્ટ 2000ના સેક્શન 79 માં આપવામાં આવી છે.એટલે કે કંપનીઓ અમેરિકામાં રહીને અહીં પોતાના પ્રોડક્ટ પર સેવાઓ આપી શકે છે.

ઘણ દેશમાં બેન છે ટ્વિટર

હાલમાં જ ટ્વિટરને ઘણા દેશોમાં બંધ કરવામાં આવ્યું છે. નાઈઝીરિયામાં ટ્વિટર પર બેન છે. ત્યાં રાષ્ટ્રપતિના એકાઉન્ટ સાથે છેડછાડ બાદ ટ્વિટરને બંઘ કરી દેવામાં આવ્યું હતું, ધાનામાં પણ આજ કારણોસર ટ્વિટર બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પહેલાં ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનું અને આરએસએસના વડા મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટ અનવેરિફાઇડ કરી દીધા હતા. જોકે બાદમાં ટ્વિટરે બ્લુ ટિક રિસ્ટોર કરી દીધું હતું. ટ્વિટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જુલાઈ, 2020થી  એકાઉન્ટ અનએક્ટિવ છે. અમારી વેરિફાઇડ પોલિસીને હિસાબે ટવિટર બ્લુ ટિક અને વેરિફાઇડ સ્ટેટસ દૂર કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામેAmreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
રમઝાન પહેલાં પાકિસ્તાનમાં રક્તરંજીત બ્લાસ્ટ: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના કમકમાટીભર્યા મોત
રમઝાન પહેલાં પાકિસ્તાનમાં રક્તરંજીત બ્લાસ્ટ: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના કમકમાટીભર્યા મોત
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Embed widget