શોધખોળ કરો
ફેન્સે કેજરીવાલને પુછ્યુ ઠંડી વધી ગઇ 'મફલર' ક્યાં ગયુ તમારુ? તો મળ્યો આવો જવાબ
ટ્વીટર યૂઝર્સ કેજરીવાલને 'મફલર મેન'ના નામથી પણ બોલાવે છે. કેટલાક યૂઝર્સ તેમના મફલર પર મીમ્સ પણ શેર કરે છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં આજકાલ ઠંડીનો કહેર છે, છેલ્લા 22 વર્ષનો રેકોર્ડ તોડતી ઠંડી પડી રહી છે. આ બધાની વચ્ચે એક ફેન્સે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મફલરને લઇને સવાલ પુછ્યો, તો સામે કેજરીવાલે પણ મજેદાર જવાબ આપ્યો હતો. આ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે. ટ્વીટર યૂઝરે કેજરીવાલને ટ્વીટર પર ટેગ કરતાં પુછ્યુ, ''હેલો અરવિંદ કેજરીવાલ- આ વખતે મફલર હજુ સુધી બહાર નથી આવ્યું? ઠંડી પણ વધી ગઇ છે...... લોકો પુછી રહ્યાં છે સર.''
ટ્વીટર યૂઝર્સ કેજરીવાલને 'મફલર મેન'ના નામથી પણ બોલાવે છે. કેટલાક યૂઝર્સ તેમના મફલર પર મીમ્સ પણ શેર કરે છે.
સવાલનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે, ''મફલર બહુજ પહેલાથી જ બહાર આવી ચૂક્યુ છે, ઠંડી બહુ વધારે છે, બધા લોકો પોતાનુ ધ્યાન રાખજો.''मफ़्लर बहुत पहले निकल चुका है। आप लोगों ने ध्यान नहीं दिया। ठंड बहुत ज़्यादा है। सब लोग अपना ख्याल रखें। ???? https://t.co/XUEeZe7wt0
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2019
ટ્વીટર યૂઝર્સ કેજરીવાલને 'મફલર મેન'ના નામથી પણ બોલાવે છે. કેટલાક યૂઝર્સ તેમના મફલર પર મીમ્સ પણ શેર કરે છે. વધુ વાંચો





















