શોધખોળ કરો
Advertisement
ભારતનો નક્શો ખોટી રીતે દર્શાવવા પર સરકારે ટ્વિટર પાસેથી માંગ્યો લેખિતમાં જવાબ, જાણો શું છે મામલો
ટ્વિટરે લદ્દાખને જિઓ ટેગિંગમાં ચીનનો હિસ્સો ગણાવ્યો હતો. ડેટા પ્રોટેક્શન પર સંયુક્ત સંસદીય સમિતિ સામે ટ્વિટર પ્રતિનિધિઓ આજે હાજર થયા હતા.
નવી દિલ્હી: સંયુક્ત સંસદીય સમિતિએ ટ્વિટર પાસે ભારતના નક્શાનો ખોટી રીતે દર્શાવવા પર લેખિતમાં જવાબ માંગ્યો છે. ટ્વિટરે લદ્દાખને જિઓ ટેગિંગમાં ચીનનો હિસ્સો ગણાવ્યો હતો. ડેટા પ્રોટેક્શન પર સંયુક્ત સંસદીય સમિતિ સામે ટ્વિટર પ્રતિનિધિ આજે હાજર થયા હતા.
સમિતિએ કહ્યું કે, આ કાયદાકીય રીતે આપરાધિક મામલો છે. આ ભારતની સંપ્રભુતા અને અખંડતાનું જાહેર ઉલ્લંઘન છે અને તેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે .
આ મામલે ટ્વિટરે હવે લેખિતમાં જવાબ આપવો પડશે અને જણાવવું પડશે કે તેણે કેવી રીતે ભારતના વિસ્તાર લદ્દાખને ચીનનો હિસ્સો દર્શાવ્યો છે. ટ્વિટર તરફથી આ મામલામાં સગુપ્તતા કમરાન, પલ્લવી વાલિયા, મનવિંદર બાલી અને આયુષી કપૂર સંસદીય સમિતિ સામે હાજર થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion