શોધખોળ કરો
Advertisement
આ IPS ઓફિસરે બીજી વખત બિગ બોસની ઓફર ફગાવી, સલમાનના છે મોટા ફેન!
અતુલકર સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. અતુલકર પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા સચિન અતુલકર પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વને કારણે ચર્ચામાં રહે છે. એક વખત ફરી તે ચર્ચામાં છે. વાત એમ છે કે તેમણે બીજી વખત રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લેવાની ઓફર ફગાવી દીધી છે. વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો બિગ બોસમાં સામેલ થવા માટે અલગ અલગ ક્ષેત્રના જાણીતા ચહેરાઓને આમંત્રણ મોકલવામાં આવતું હોય છે.
અતુલકર સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. અતુલકર પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. જોકે સચિને નોકરી અને વ્યસ્તતાના કારણને 13મી સિઝનમાં ભાગ લેવાની ના પાડી દીધી છે એવા અહેવાલો મળી રહ્યાં છે. અતુલકર સલમાનનો મોટો ફેન છે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
સચિન 22 વર્ષની ઉમરે જ આઈપીએસ ઓફિસર બની ગયો હતો. તે એમપીનો જ રહેવાસી છે. પોલીસ અધિકારી તરીકે તે અગાઉ અન્ય બે જિલ્લાઓમાં પણ એસપી તરીકે ફરજ બજાવી ચુક્યો છે. એવામાં આવી મોટી ઓફર ઠુકરાવીને સચિન વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement